‘ઓડ-ઈવન નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણને રોકવા રાજ્ય સરકારો તાત્કાલિક કડક પગલાં ભરે’ : સુપ્રીમ કોર્ટ

0
68
સુપ્રીમ કોર્ટના જજે સરકારને ઝાટકી
રાજ્ય સરકારો કડક પગલાં ભરે, નહીં તો અમે બુલડોઝર શરૂ કર્યું તો પછી અટકીશું નહીં : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલાં ભરે, નહીં તો અમે બુલડોઝર શરૂ કર્યું તો પછી અમે અટકીશું નહીં. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓડ-ઈવનનો નિયમ અવૈજ્ઞાનિક છે. સ્મોક ટાવર કેમ બંધ? પરાળીથી ખાતરનું શું થયું? પંજાબમાં કેમ સળગી રહી છે પરાળી? પંજાબમાં ધાનની ખેતીનો વિકલ્પ શોધવામાં આવે. લોકોને મરતા ન જોઈ શકીએ. સુપ્રીમ કોર્ટના જજ કૌલએ આ પ્રકારની કડક ટીપ્પણી કરતા કહ્યું કે, જો તે બુલડોઝર કર્યવાહી કરશે તો 15 દિવસ સુધી બંધ નહીં કરે. અમે ઈચ્છીએ છીએ કે દિવાળીની રજાઓ પહેલા તમામ સત્તા પક્ષકારો એક બેઠક યોજે અને નિવારણ માટે કાર્ય કરે. અમે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ઈચ્છીએ છીએ. કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં બસોના કારણે થતા પ્રદૂષણની ટકાવારી પણ ઘણી વધી ગઈ છે. સુપ્રિમ કોર્ટે પંજાબને પણ કડક શબ્દોમાં કહ્યું હતું કે, પરાળી સળગાવવાની ઘટનાઓના કારણે આ પ્રદૂષણ વધી રહ્યું છે. જસ્ટિસ કૌલે કહ્યું કે, આ પ્રદૂષણથી દિલ્હીમાં કેટલા બાળકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ છે. જસ્ટિસ કૌલેએ કહ્યું કે, મને ફરક નથી પડતો કે તમે કેવી રીતે કરશો પણ આ પરિસ્થીતી અટકવી જોઈએ. પ્રદૂષણ રાજકીય મુદ્દો બને તે યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here