સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 62027

0
39

– નિફટી ૧૮ પોઈન્ટ વધીને ૧૮૩૧૪

– FPI/FIIની રૂ.૧૦૧૪ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની રૂ.૯૨૨ કરોડની વેચવાલી

અમેરિકા અને યુરોપના દેશોમાં પ્રવર્તિ રહેલી આર્થિક અનિશ્ચિતતા સામે ભારતમાં કોર્પોરેટ પરિણામોની સીઝનમાં એકંદર ઘણી કંપનીઓના રિઝલ્ટ સારા આવી રહ્યા હોવા સાથે આર્થિક વિકાસને વેગ આપવાના નિર્ણયોના આકર્ષણે અને ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં પુન: ફોરેન ફંડોના વધતાં વિશ્વાસે શેરોમાં સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ તેજીનો દોર આગળ વધ્યો હતો. ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી કર્યા સાથે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં વેલ્યુબાઈંગ વધારતાં સેન્સેક્સે ફરી ૬૨૦૦૦ની સપાટી પાર કરી અંતે ૧૨૩.૩૮ પોઈન્ટ વધીને ૬૨૦૨૭.૯૦ અને નિફટી સ્પોટ ૧૭.૮૦ પોઈન્ટ વધીને ૧૮૩૧૪.૮૦ બંધ રહ્યા હતા.

અલબત વૈશ્વિક મંદી વકરવાના અહેવાલે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડા તરફી રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી સાથે  નોન-ફેરસ ઈન્ડસ્ટ્રીયલ મેટલના  વૈશ્વિક ભાવો તૂટતાં અને વેદાન્તાના નબળા ત્રિમાસિક પરિણામે મેટલ-માઈનીંગ શેરોમાં  ફંડો વેચવાલ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે નરમાઈ  તરફી રહી બ્રેન્ટ ક્રુડ સાંજે ૭૫.૨૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૧.૧૫ ડોલર નજીક રહ્યા હતા.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી જળવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૧.૪૫ વધીને રૂ.૧૨૦૯, એક્સિસ બેંક રૂ.૧૫.૧૫ વધીને રૂ.૯૧૦.૮૦, એચડીએફસી બેંક રૂ.૧૩.૯૦ વધીને રૂ.૧૬૬૭.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૭૦ વધીને રૂ.૫૭૮.૧૦, એયુ સ્મોલ બેંક રૂ.૫.૬૦ વધીને રૂ.૭૧૩.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૩૫ વધીને રૂ.૯૪૩.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૫૯.૩૨ પોઈન્ટ વધીને ૪૯૭૬૮.૧૮ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં  પ્રોફિટ બુકિંગ 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે સપ્તાહના અંતે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૨૪ અને વધનારની ૧૫૯૨ રહી હતી.

DIIની રૂ.૯૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-શુક્રવારે  કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦૧૪.૦૬ કરોડના શેરોની  ચોખ્ખી ખરીદી કરી  હતી. કુલ રૂ.૯૧૫૯.૪૯કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૧૪૫.૪૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૯૨૨.૧૯ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૪૫૭.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૩૭૯.૫૯ કરોડની વેચવાલી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here