ગુજરાતમાં સિઝનનો 56.51% ટકા વરસાદ, છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો

0
138
આ સાથે જૂનાગઢના માળિયામાં 5 ઈંચ, વિસાવદરમાં 4.4 ઈંચ, ખાંભામાં 4.4 ઈંચ, કેશોદ અને વંથલીમાં 4 ઈંચ વરસાદ, તાલાલા, વલ્ભીપુર અને લોધિકામાં 3.4 ઈંચ વરસાદ, ભેસાણ અને ધારીમાં 3.3 ઈંચ, કોડીનારમાં 3.2 ઈંચ નોંધાયો
આ સાથે જૂનાગઢના માળિયામાં 5 ઈંચ, વિસાવદરમાં 4.4 ઈંચ, ખાંભામાં 4.4 ઈંચ, કેશોદ અને વંથલીમાં 4 ઈંચ વરસાદ, તાલાલા, વલ્ભીપુર અને લોધિકામાં 3.4 ઈંચ વરસાદ, ભેસાણ અને ધારીમાં 3.3 ઈંચ, કોડીનારમાં 3.2 ઈંચ નોંધાયો

રાજ્યમાં સીઝનનો કુલ 474.68 મિમી એટલે 56.51 ટકા વરસાદ નોંધાયો છે.

વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 206 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોઅને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. સૌથી વધુ ગીર-સોમનાથના સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળમાં 5.8 ઈંચ, ગોંડલમાં 5.6 ઈંચ, માણાવદર અને બાબરામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. વરસેલા વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગીર-સોમનાથના સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળમાં 5.8 ઈંચ, ગોંડલમાં 5.6 ઈંચ, માણાવદર અને બાબરામાં 5.2 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જૂનાગઢના માળિયામાં 5 ઈંચ, વિસાવદરમાં 4.4 ઈંચ, ખાંભામાં 4.4 ઈંચ, કેશોદ અને વંથલીમાં 4 ઈંચ વરસાદ, તાલાલા, વલ્ભીપુર અને લોધિકામાં 3.4 ઈંચ વરસાદ, ભેસાણ અને ધારીમાં 3.3 ઈંચ, કોડીનારમાં 3.2 ઈંચ નોંધાયો છે. જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનારમાં મેઘ રાજા મનમુકીને વરસ્યા છે. ગિરનાર પર્વત પર પાંચ ઈંચ જેટલો વરસાદ પડતા તળેટીના નદી નાળા છલકાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેરથી ઝરણા વહેવા લાગ્યા. મેઘરાજાના ભવ્ય આગમનને લઈ ગાઢ ધુમ્મસ ઓઢીને બેઠેલો ગીરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.જૂનાગઢમાં ભારે વરસાદને પગલે બાંટવાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલતા નીચાણવાળા કોડવાવ, એકલેરા, સમેગા, થાપલા સહિતના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ભેંસાણમાં પણ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઉબેણ નદીમાં પુર આવ્યું છે. નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here