ગુજરાતમાં રાજકીય ભૂકંપ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું

0
127
તેમની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર છે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આપ્યું રાજીનામું. તેમણે રાજીનામું આપ્યાની પત્રકાર પરીષદમાં જાણકારી આપી હતી. તેમજ તેમણે તમામ લોકોનો આભાર માન્યો હતો.

ગાંધીનગરઃ  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.  તેમણે જણાવ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.  તેમની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર છે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here