તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો વિરમગામના ગોરૈયા ખાતેથી પ્રારંભ કરાયો

0
710

તમાકુ મુક્ત અમદાવાદ જિલ્લો બનાવવા યલો લાઇન કેમ્પેઇનનો વિરમગામના ગોરૈયા ખાતેથી પ્રારંભ કરાયો

  • ગોરૈયા ખાતેથી શાળાની બહાર કોપા એક્ટ ૨૦૦૩ સેક્શન ૬ (બી)ના કાયદા અંતર્ગત યલો લાઇન કેમ્પેઇનનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના વરદ હસ્તે પ્રારંભ કરાયો

ન્યઝ.વિરમગામ

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૫૫ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે  ૧૦ લાખથી વધુ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ ૨૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે અને દર મિનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે અને મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના સેવનના લીધે થાય છે ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના પ્રાથમિક શાળા ગોરૈયા ખાતેથી શાળાની બહાર કોપા એક્ટ ૨૦૦૩ સેક્શન ૬ (બી)ના કાયદા અંતર્ગત યલો લાઇન કેમ્પેઇનનો પ્રારંભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રાસંગે જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક, ડો.દિક્ષીત કાપડીયા, ડો.ચિંતન દેસાઇ, ડો.વિરલ વાઘેલા, ડો.સંગીતા પટણી, ડો.દક્ષેશ સોલંકી, વિજય પંડિત, સરપંચ નીલાબેન ડોડીયા, શાળાના આચાર્ય ધનીબેન વણોલ,  ફેઇથ ફાઉન્ડેશનના સભ્યો, આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગોરૈયા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાની સપ્તધારા ટીમ દ્વારા વ્યસન મુક્તિ નાટક અને પપેટ શો રજુ કરવામાં આવ્યો હતો. જેને બાળકો સહિત ગ્રામજનોમાં આકર્ષણ જમાવ્યુ હતુ. અમદાવાદ જીલ્લાના અધિકારીઓ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામા આવ્યુ હતુ અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. યલો લાઇન કેમ્પેઇનમાં ભાગ લેનારા તમામ અધિકારી, કર્મચારીઓ, વિદ્યાર્થીઓને પીળા કલરની ટોપી આપવામાં આવી હતી. પ્રાથમિક શાળા ગોરૈયાથી ૧૦૦ મીટરના અંતર પર યલો લાઇન દોરવામાં આવી હતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ દ્વારા તેને તમાકુ મુક્તિ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે જણાવ્યુ હતુ કે, સમગ્ર અમદાવાદ જિલ્લાને તમાકુ મુક્ત કરવાના અભીયાની વિરમગામ તાલુકાના ગોરૈયા ગામથી શરૂઆત કરવામાં આવી છે. તમાકુ વિરોધી કાયદાનો અમલ સમગ્ર અમદાવાદ જિલ્લામાં કરવામાં આવી રહ્યો છે પરંતુ શાળાના બાળકો ગંભીર વ્યસનોથી દુર રહે તે માટે ફેઇશ ફાઉન્ડેશન સાથે જોડાઇને અમદાવાદ જીલ્લામાં યલે લાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક શાળા ગોરૈયા બહાર યલો લાઇન દોરવામાં આવી છે અને તેમાં તમાકુ વિરોધી કાયદાના અમલ માટે ૬ (બી) અંતર્ગત શૈક્ષણીક સંસ્થાના ૧૦૦ મીટરની ત્રીજ્યામાં કોઇ પણ તમાકુ વાળી પ્રોડક્ટનું વૈચાણ, નિદર્શન કે સેવન ન કરી શકાય તે અંગે જાગૃતિ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here