પાંચમા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીની પ્રતિષ્ઠા દાવ ઉપર

0
936

નવી દિલ્હી, તા. ૩૦
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪ સીટો ઉપર છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે. આમાથી ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી. આ તબક્કામાં કોંગ્રેસને આ વખતે પણ બે સીટો જાળવી રાખવા માટેની આશા દેખાઈ રહી છે. આ તબક્કામાં ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાંચમાં તબક્કામાં અનેક મોટા માથાઓ ભાગ્ય અજમાવી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે, અન્ય ચાર સીટોમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે છે જેમાં બારાબંકી, ફૈઝાબાદ, સીતાપુર અને ધોરહરાનો સમાવેશ થાય છે. ૨૦૦૯ની ચૂંટણીમાં કોંગ્રેસે આ ૧૪ સીટો પૈકી સાત સીટો પર સપાટો બોલાવ્યો હતો. પાર્ટી પોતાના જુના દેખાવને સુધારવા માટે ઇચ્છુક દેખાઈ રહી છે. આના માટ તમામ તાકાત પણ લગાવી દેવામાં આવી છે. કોંગ્રેસ આડ સૌથી મોટી અડચણ સપા અને બસપા ગઠબંધન છે જેમની પાસે મોટાભાગની સીટો પર મોટી માત્રામાં પરંપરિક અને સમર્પિત મતદારો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૧૪ સીટો પૈકી ૧૦ સીટો ઉપર સપા અને બસપાના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા હતા. અનેક સીટો પર સપા અને બસપાના સંયુક્ત મત ભાજપ કરતા વધારે હતા. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસે અનેક સીટો પર સ્પર્ધાને ત્રિકોણીય બનાવી દીધી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, તેમના માતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જિતિન પ્રસાદ, નિર્મલ ખત્રી, તનુજ પુણિયાના ભાવિ પાંચમી મેના દિવસે ઇવીએમમાં સીલ થશે. સીતાપુરમાંથી કોંગ્રેસે કેસરજહાંને ઉમેદવાર બનાવ્યા છે. જે ૨૦૧૪ની ચૂંટણીમાં બસપ ઉમેદવાર તરીકે બીજા સ્થાને રહી હતી. બહુજન સમાજ પાર્ટીએ આ વખતે નકુલ દુબેને સીતાપુરમાંથી ઉમેદવાર બનાવ્યા છે. ફતેપુરમાં કોંગ્રસે રાકેશ સચાનને મેદાનમાં ઉતાર્યા છે જે ૨૦૧૪ની ચૂંટણીમાં સપાના ઉમેદવાર હતા. આ વખતે ગઠબંધન હેઠળ આ સીટ બસપના ખાતામાં ગઈ છે અને બસપ દ્વારા સુખદેવ પ્રસાદને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ પાંચમાં તબક્કામાં તમામ તાકાત લગાવી દીધી છે. આ સીટો પર પ્રિયંકા વાઢેરાએ આક્રમક પ્રચાર કરીને નવી આશા જગાવી છે. ૨૦૧૪ની તુલનામાં નવી આશા જગાવી છે. લખનૌમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે સપામાંથ પૂનમ સિંહા મેદાનમાં છે જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમોદ કૃષ્ણન ઉમેદવાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here