સોમનાથમાં લોકાર્પણ : કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરીને PM મોદીએ કહ્યું-મનથી આજે હું સોમનાથમાં હોવાનું અનુભવુ છું

0
81
આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું.
આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું.

આજે પીએમ મોદીએ ગુજરાતની કરોડોની ભેટ આપી છે. તેમણે સોમનાથમાં ચાર વિકાસના કાર્યોનું રિમોટ દ્વારા લોકાર્પણ કર્યું છે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી હાજરી આપી

જય સોમનાથથી સંબોધન શરૂ કરનાર પીએમ મોદીએ કહ્યું કે, હુ વચર્યુઅલી જોડાયો છું, પણ મનથી હુ સ્વંયને સોમનાથના ચરણમાં અર્પણ કરુ છું. હુ ખુશ છું કે મને પુણ્ય કામની તક મળી છે. આજે આપણે આ પવિત્ર કામના સાક્ષી બન્યા છે. આજે મને સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્વાર બાદ નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરના લોકાર્પમનું સૌભાગ્ય મળ્યુ છે. આટલુ પુનિત સહયોગ અને સાથે શ્રાવણનો પવિત્ર મહિનો… આ તમામ માટે ભગવાન સોમનાથના આર્શીવાદની સિદ્ધી છે. લોહપુરુષ સરદાર પટેલના ચરણમાં નમન કરું છું, જેમણે ભારતના પ્રાચીન ગૌરવને જીવંત કર્યું. તેમણે મંદિરને સ્વતંત્ર ભારતના સ્વતંત્ર ભારત સાથે જોડાયેલ માનતા હતા. આઝાદીના 75 માં વર્ષે આપણે તેમના પ્રયાસોને આગળ વધારીએ છીએ. સોમનાથને નવી ભવ્યતા આપી છે. લોકમાતા અહલ્યાબાઈ હોલકરને મારા પ્રણામ છે. જેમણે અનેક મંદિરોના જીર્ણોદ્વાર કરાવ્યા. પ્રાચીન અને આધુનિકતાનું સંગમ તેમણે કરાવ્યું. પર્યટન સાથે જ્યારે આધુનિકતા સાથે જોડાય તો કેવા ચેન્જિસ આવે છે તે ગુજરાતે જોયુ છે. સ્થાનિક બાબતોને વધુ મજબૂત કરવામાં આવે.તેમણે કહ્યું કે, સોમનાથ સદીઓથી શિવની ભૂમિ રહી છે. જે કલ્યાણને જે સિદ્ધિને પ્રદાન કરે છે તે શિવ છે. શિવ વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે. સંહારમાં સર્જનને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી છે. તે અવ્યક્ત છે. શિવ અનાદી છે. તેથી શિવને અનાદી યોગી કહેવાય છે. સોમનાથનું આ મંદિર આપણા આત્મવિશ્વાસનું પ્રેરણાસ્થળ છે. દુનિયામાં કોઈ આ ભવ્ય સંરચનાને જુઓ તો તેને માત્ર મંદિર નથી દેખાતુ, પણ તેને એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે. આ એવુ સ્થળ છે, જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રકાશનું ક્ષેત્ર બતાવ્યું છે. જે આજે વિશ્વ સામે આહવાન કરે છે કે સત્યને અસત્ય સામે હરાવી શકાતુ નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં અનેકવાર તોડાયું છે. મૂર્તિઓને ખંડિત કરાયું. તેનુ અસ્તિત્વ મટાવવાનો પ્રયાસ કરાયો. પરંતુ તેને જેટલીવાર પાડવામાં આવ્યું, તે એટલીવાર ઉભુ થયું. તેથી તે આજે માત્ર ભારત જ નહિ, પણ સમગ્ર વિશ્વનું વિશ્વાસ છે. લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સૌભાગ્ય છે કે સોમનાથ ટ્રસ્ટમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. તેમણે સોમનાથના વિકાસમાં નવી ગતિ આપી છે. આ વિકાસકાર્યોથી સોમનાથનું પ્રાચીન વૈભવ પરત મળ્યું છે. પ્રભાસ તીર્થને સુંદર બનાવવામાં પીએમ મોદીનો ભગીરથ પ્રયાસ રહ્યો છે. પ્રાચીન તીર્થની ગરિમા આજે આકાશ આંબી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here