એકતા રથ યાત્રા નું દાહોદ તાલુકાના ખરેડી ગામે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિના વાજિંત્રો અને લોકનૃત્ય સાથે સમાપન

0
730

બીજા તબક્કા ની એકતા રથ યાત્રા નું દાહોદ તાલુકાના ખરેડી ગામે પરંપરાગત આદિવાસી               સંસ્કૃતિના વાજિંત્રો અને લોકનૃત્ય સાથે સમાપન

દાહોદ:-બુધવાર:- એક અખંડ રાષ્‍ટ્રનું સ્‍વપ્‍ન સાકાર કરનાર સરદાર વલ્‍લભભાઇ પટેલ જેવા મહામાનવની યાદ આજની યુવા અને આવનારી પેઢીઓ માટે પ્રેરક બની રહે તેમજ સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ્ હસ્‍તે થયેલા રાષ્‍ટ્રને લોકાર્પણની ઉજવણી અંતર્ગત રાજ્ય ભરમાં એકતા યાત્રા યોજાઇ છે. જેનો બીજો તબક્કો તા. ૧૫મી નવેમ્‍બર, ૨૦૧૮થી પ્રારંભ થઇ ગયો  છે

દાહોદ પ્રાંત અધિકારી શ્રી તેજસ પરમારે જણાવ્યું હતું કે સરદાર સાહેબનું દેશની આઝાદી માટે અને આઝાદી બાદની એકતા અને અખંડતા માટે કરેલ કાર્યનું આવનારી નવી પેઢી જાણકારી મળી રહે તેમજ એકતા યાત્રાની સફળતા ગુજરાત રાજ્યના ગામે ગામ ભવ્ય સ્વાગત, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીઆ સરદાર સાહેબ ની પ્રતિમા એ માત્ર ગુજરાત-દેશ નહી સમગ્ર દુનિયા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પ્રેરણારૂપ બની રહ્યા છે.                       

          એકતાયાત્રા આવી પહોંચતા અગ્રણીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો દ્રારા સ્વાગત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. એકતાયાત્રાના માધ્યમથી મોટી સંખ્યામા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિડીયો ડોક્યુમેન્ટરી નિહાળી હતી. દેશની એકતા અને અખંડિતતા સમાન વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યની જાણકારીથી ગ્રામજનોને વાકેફ કરાયા હતા

                આ પ્રસંગે એકતા રથનું પારંપરિક આદિવાસી વાજિંત્રો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબકકે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.                                                              આ એકતા યાત્રા સમાપન સમારોહમાં ખેતીવાડી વિસ્તરણ અધિકારી શ્રી સી.એમ.બારીયાદાહોદ જિલ્લા ભાજપા મંત્રી શ્રી એસ.યુ.નાયક સરપંચ શ્રી રાજુભાઈ ચોહાણ ગામ ના તલાટી મંત્રી શ્રી સંજયભાઈ પરમાર કલ્પનાબેન નાયક મયુરીબેન પ્રજાપતિ શાળા ના આચાર્ય શ્રી દિનેશભાઈ ભાભોર ગામ આગેવાનો ગ્રામજનો બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here