રિતિક રોશન અને સૈફ અલી ખાન આમને-સામને

0
429
ફિલ્મની હિન્દી રિમેકમાં રિતિક રોશન ગેન્ગસ્ટરની ભમિકામાં અને સૈફ અલી ખાન પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મની હિન્દી રિમેકમાં રિતિક રોશન ગેન્ગસ્ટરની ભમિકામાં અને સૈફ અલી ખાન પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

સાઉથની સુપરહિટ ફિલ્મ ‘વિક્રમ વેધા’ને લઇને જોરશોરથી કામ ચાલી રહ્યું છે. હાલમાં આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઇને ચર્ચા ચાલી રહી છે. અટકળો છેકે આ ફિલ્મમાં હવે રિતિક રોશનની એન્ટ્રી થઇગઇ છે.રિતિક રોશન સાથે આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નજરે ચડી શકે છે. ફિલ્મની હિન્દી રિમેકમાં રિતિક રોશન ગેન્ગસ્ટરની ભમિકામાં અને સૈફ અલી ખાન પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.ઓરિજિનલ ‘વિક્રમ વેધા’ ફિલ્મ તમિલમાં બની હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા આર. માધવન વિક્રમની ભૂમિકામાં જોવા મળ્યો હતો, જે એક ન્યાયપ્રિય પોલીસ અધિકારી હતો. અભિનેતા વિજય સેતુપતિએ ગેન્ગસ્ટર વેધાની ભૂમિકા ભજવી હતી. અગાઉ ચર્ચા હતી કે ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકમાં આમિર ખાન કામ કરી શકે છે.બૉલીવૂડમાં ચાલી રહેલી અટકળો સાચી હોય તો ‘વિક્રમ વેધા’ પહેલી ફિલ્મ હશે, જેમાં રિતિક રોશન વિલનની ભૂમિકામાં નજરે ચડશે. આ ફિલ્મને લઇને અગાઉ આમિર ખાનનું નામ ચર્ચાઇ રહ્યું હતું. દાવો કરવામાં આવી રહ્યો હતો કે આમિર ખાન ફિલ્મમાં નજરે ચડી શકે છે. જોકે, હવે તેને બદલે રિતિક રોશનનું નામ સામે આવ્યું છે.એવી ચર્ચા છે કે રિતિક રોશનને ‘વિક્રમ વેધા’ ફિલ્મની વાર્તા ખૂબ પસંદ આવી છે. આ સિવાય રિતિકરોશન અન્ય ફિલ્મો પર પણ કામ કરી રહ્યો છે.આમાં ‘ક્રિશ ફોર’, ‘ફાઇટર’ અને ‘વૉર-ટૂ’ફિલ્મનો સમાવેશ છે. સૈફ અલી ખાનની વાતકરીએ તો તેની પાસે ‘આદિપુરુષ’, ‘ગો ગોવા ગોન ટૂ’, ‘ભૂત પોલીસ’, ‘બન્ટી ઔર બબલી ટૂ’ જેવી ફિલ્મો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here