કોરોનાને ભગાડવા શ્રીફળના તોરણ લગાવ્યા, રાજકોટના ગામેગામ અંધશ્રદ્ધાને કારણે વેક્સિનેશન અટક્યું

0
21
રાજકોટના જિલ્લાના 90 ટકા ગામમાં લોકમાં ભય અને અંધશ્રદ્ધા બંને છે. આ જ કારણ છે કે, મુખ્યમંત્રીનો જિલ્લો જ ગુજરાતમાં સૌથી ઓછા વેક્સીનેશનવાળા પાંચ જિલ્લામાં સામેલ થયો છે. રાજ્યમાં ગઈકાલથી વેક્સીનેશન શરૂ થયું છે, પણ સૌરાષ્ટ્રના અનેક ગામડામાં અંધશ્રદ્ધા વ્યપારી રહી છે. લોકોને યોગ્ય માહિતી મળતી નથી,
રાજકોટના જિલ્લાના 90 ટકા ગામમાં લોકમાં ભય અને અંધશ્રદ્ધા બંને છે. આ જ કારણ છે કે, મુખ્યમંત્રીનો જિલ્લો જ ગુજરાતમાં સૌથી ઓછા વેક્સીનેશનવાળા પાંચ જિલ્લામાં સામેલ થયો છે. રાજ્યમાં ગઈકાલથી વેક્સીનેશન શરૂ થયું છે, પણ સૌરાષ્ટ્રના અનેક ગામડામાં અંધશ્રદ્ધા વ્યપારી રહી છે. લોકોને યોગ્ય માહિતી મળતી નથી,

રાજકોટ :લોકો અંધશ્રદ્ધાને કારણે વેક્સિન નથી મૂકાવી નથી રહ્યાં. ખુદ સરકાર પણ આ વાત સ્વીકારી ચૂકી છે. પરંતુ લોકો હજી પણ સમજતા નથી, અને વેક્સીન લગાવતા નથી. રાજકોટના જિલ્લાના અનેક એવા ગામડા છે, જ્યાં લોકો વેક્સીન નથી લગાવી રહ્યાં. રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામના વણકર વાસમાં શ્રીફળના તોરણો બાંધ્યા છે. રાજકોટ જિલ્લામાં 650 ગામમાંથી 98 ગામમાં 20 ટકાથી ઓછું વેક્સિનેશન થયું છે. જેનુ એકમાત્ર કારણ છે અંધશ્રદ્ધા.કોરોનાને રોકવા ગામના લોકો શ્રીફળના તોરણો બાંધે છે. રાજકોટ જિલ્લાના 40 ગામમાં 10 ટકા કરતા ઓછા લોકોએ વેક્સિનેશન કરાવ્યું છે. પાલણ પીર પર શ્રદ્ધા હોવાથી આ ગામના લોકો વેક્સિન નથી કરાવતા. ગામમાં દરેક ઘરની બહાર કોરોના ભગાડવા શ્રીફળના તોરણો બાંધવામાં આવ્યા છે. પારડી ગામના 5 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે. રાજકોટના જિલ્લાના 90 ટકા ગામમાં લોકમાં ભય અને અંધશ્રદ્ધા બંને છે. આ જ કારણ છે કે, મુખ્યમંત્રીનો જિલ્લો જ ગુજરાતમાં સૌથી ઓછા વેક્સીનેશનવાળા પાંચ જિલ્લામાં સામેલ થયો છે. રાજ્યમાં ગઈકાલથી વેક્સીનેશન શરૂ થયું છે, પણ સૌરાષ્ટ્રના અનેક ગામડામાં અંધશ્રદ્ધા વ્યપારી રહી છે. લોકોને યોગ્ય માહિતી મળતી નથી, તેથી તેઓ અંધશ્રદ્ધા તરફ દોરાય છે. પારડી ગામના લોકો માને છે કે, પીરબાપા તેમની રક્ષા કરે છે. પારડી ગામમાં શ્રીફળના તોરણ બાંધ્યા છે.ગામના એક વયોવૃદ્ધ માજી કહે છે કે, અહી લોકો જે ભગવાનને પૂજે છે તે તેમની રક્ષણ કરે છે. આ રીતથી કોરોના થતો નથી. તેમજ વેક્સીનની જરૂર પણ પડતી નથી. અમારા વિસ્તારમાં અમને કોઈને કોરોના થયો નથી. અમારી શેરીમાં કોઈને તાવ આવ્યો નથી. અમને ભગવાન પર વિશ્વાસ છે. જેની પાસે રૂપિયા વધુ રૂપિયા હોય તો વધુ તોરણ બાંધે છે. પણ જેની પાસે ઓછા રૂપિયા છે તે 5, 7 અને 11 તોરણ બાંધે છે. આ અમારા પાલણ પીરનુ તોરણ છે, અમારા બધાની રક્ષા એણે કરી છે. ગયા વર્ષે અમને કોઈને કઈ નથી થયુ, આ વર્ષે પણ કંઈ નથી થયુંઅન્ય એક ગામવાસીએ કહ્યું કે, તોરણ બાંધવા પાછળ કારણ છે. અમારા દાદા અમારી રક્ષા કરે છે. પાલણ પીરની દયાથી અમને કોઈને વેક્સીન લેવાની જરૂર ન પડી. શ્રદ્ધા અને વિશ્વાસે અમે આ તોરણ બાંધ્યા છે. આ તોરણ બાંધીએ તો પાલણ પીર બાપુ રક્ષા કરે છે. અમારી શેરીમાં કોઈને કોઈ તકલીફ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here