ગુજરાતમાં ઇન્ટરનેશનલ શેફ ડે ની ખાસ રીતે ઉજવણી કરાઈ

0
1167

ગુજરાતમાં ઇન્ટરનેશનલ શેફ ડે ની ખાસ રીતે ઉજવણી કરાઈ
હેલ્ધી ફુડ થીમ પર બાળકોને પ્રોત્સાહિત કરાયાઃ મધુભન રિસોર્ટમાં જાણીતા શેફ રાકેશકુમારે બાળકો માટે વિવિધતાસભર ડિશ બનાવી હેલ્ધી ફુડનો સંદેશો આપ્યો

અમદાવાદ, તા.૨૩ ઃ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અને વિશ્વભરમાં આજે ઇન્ટરનેશનલ શેફ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ સહિતના શહેરોમાં વિવિધ સ્થળોએ શેફ કોમ્યુનીટી દ્વારા આજે ઇન્ટરનેશનલ શેફ ડેની ભારે ઉત્સાહ અને સંદેશાત્મક પ્રેરણારૂપ ઉજવણી કરવામાં આવી હતી. આણંદના મધુભન રિસોર્ટમાં તો જાણીતા શેફ રાકેશ પ્રસાદે બાળકો માટે વિવિધતાસભર અલગ-અલગ ડિશ બનાવી હેલ્ધી ફુડ અને તેની મહત્તા સમજાવી અનોખો સંદેશો આપ્યો હતો કારણ કે, આ વર્ષની ઇન્ટરનેશનલ શેફ ડેની થીમ હતી હેલ્ધી ફુડ ફોર ગ્રોઇંગ અપ. તેથી આ થીમ પર બાળકોને હેલ્ધી ફુડ અને તેનાથી ભવિષ્યમાં આરોગ્યવિષયક ફાયદાઓ અને લાભ વિશે સમજાવવામાં આવ્યા હતા. ઇન્ટરનેશલ શેફ ડેની ઉજવણી નિમિતે રાકેશ પ્રસાદે જણાવ્યું હતું કે, ઇન્ટરનેશલ શેફ ડેમાં આ વખતની થીમ હેલ્ધી ફુડ ફોર ગ્રોઇંગ અપ હોઇ આ વખતે ગ્રો અપ થઇ રહેલા બાળકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેઓને ધ્યાનમાં રાખીને જ બાળકોને હેલ્થી અને ન્યુટ્રીશનયુકત ફુડ વિશે સમજ અને જાણકારી આપતી વિવિધ રેસીપીવાળી ડિશ બનાવવામાં આવી છે. આજના જમાનામાં લોકો જંક ફુડ અને ફાસ્ટ ફુડ તરફ વળ્યા છે કારણ કે, તેઓને નાનપણથી જ તેની ટેવ પડેલી હોય છે, તેના બદલે આ વખતના ઇન્ટરનેશનલ શેફ ડે નિમિતની થીમને ધ્યાનમાં રાખી જો બાળકોમાં બચપણથી જ હેલ્ધી અને ન્યુટ્રીશનયુકત ફુડ અંગે જાગૃતતા ફેલાવાય અને તેઓને આરોગ્યપ્રદ અને ન્યુટ્રીશનયુકત આહાર લેવાની સુટેવ પાડવામાં આવે તો જીવનભર તેમના આરોગ્ય અને તંદુરસ્તી માટે ઘણા ફાયદા રહે. આજની ઉજવણી દરમ્યાન આણંદના મધુભન રિસોર્ટ માટે ખાસ પ્રકારની વિવિધતાસભર ૧૫થી ૨૦ ડિશ બનાવી તેઓને મિજબાની કરાવાઇ હતી અને હેલ્ધી ફુડ ફોર ગ્રોઇંગ અપનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના અન્ય સ્થળોએ પણ જુદા જુદા શેફ દ્વારા ઇન્ટરનેશનલ શેફ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ શેફ ડેની વિશ્વભરમાં શેફ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. આજના આધુનિક યુગમાં તો હવે શેફ તરીકે કેરિયર પણ બનાવી શકાય છે અને શેફ માત્ર રસોઇ બનાવે છે તેટલું જ મર્યાિદત નથી પરંતુ તેઓ મહેમાનોના ડાયેટ, હેલ્થ અને આરોગ્યનું પણ ધ્યાન રાખી શકે તે પ્રમાણે ભોજન-આહાર સર્વ કરે છે, જે જીવનમાં બહુ ઉપયોગી અને મહત્વનું પાસું છે. વિશ્વભરમાં દરેક દેશમાં પ્રાદેશિક કક્ષાએ ઇન્ટરનેશનલ ડેની ઉજવણી કરાતી હોય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here