નીતિન ગડકરીએ ભગવાન શ્રીકૃષ્ણ સાથે CM યોગી આદિત્યનાથની સરખામણી કરી, કહી આ વાત

0
96
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરનારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રસંશા કરીને તેમની સરખામણી ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરી છે. થોડાક જ દિવસ પહેલાં નીતિન ગડકરીની તેમની પત્ની સાથે થયેલી વાતચીત અંગે જણાવતાં તેમણે કહ્યું કે, ‘મારી પત્નીએ મને પૂછ્યું કે, ઉત્તર પ્રદેશમાં શું થઈ રહ્યું છે? તેમણે મને મહાકાવ્ય ભાગવત ગીતા વિશે જણાવ્યું જેમાં ભગવાન કહે છે કે, જ્યાં પણ અન્યાય થશે ત્યાં તે અવતાર લેશે અને ખરાબ શક્તિઓનો અંત કરશે.’

ગડકરીએ સ્ટેજ પર હાજર મુખ્યમંત્રી આદિત્યનાથ અંગે કહ્યું કે, ‘જેમ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, તેમ યોગીજી પણ સજ્જન લોકોની સુરક્ષા માટે તે રીતે કામ કરી રહ્યા છે. તેમણે તે લોકો વિરુદ્ધ કડક પગલાં લીધા છે. જે સમાજ ખતરનાક છે.’

10,000 કરોડ રૂપિયા પરિયોજનાનો કર્યો શિલાન્યાસ
નીતિન ગડકરીએ તેમણે અહીં 10000 કરોડ રૂપિયાની વિભિન્ન રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું, ‘મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજમાં વ્યાપ્ત કુરીતિઓ અને ખતરનાક પ્રવૃતિઓથી લોકોને બચાવવા માટે પગલાં ભર્યા છે. દેશની જનતા તરફથી વ્યક્તિગત હેસિયતથી મેં તેમના દ્વારા લેવાયેલાં પગલાની પ્રસંશા કરું છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here