બાઇડેનના પુત્ર હંટર ટેક્સ અને શસ્ત્રો અંગેના કેસમાં આરોપી

0
92
અમેરિકાના ન્યાય વિભાગે અમેરિકન પ્રમુખ જો બાઇડેનના પુત્ર હંટર પર ફેડરલ ઇન્કમ ટેક્સની ચૂકવણી ન કરવા અને ગેરકાયદે શસ્ત્રો રાખવાનો આરોપ મૂક્યો છે. મીડિયા અહેવાલ અનુસાર ન્યાય વિભાગે જણાવ્યું હતું કે હંટર બાઇડેને ટેક્સમાં રાહત મેળવવા અને શસ્ત્રોથી સંબધિત કેસોના નિકાલ માટે ન્યાય વિભાગ સાથે સમજૂતી કરી લીધી છે. 
જો કે હંટર હવે કેટલાક અપરાધોને સ્વીકારવા માટે તૈયાર થઇ ગયા છે. મીડિયાના અહેવાલ અનુસાર હંટરે ગેરકાયદે શસ્ત્ર રાખવાની વાત સ્વીકારી લીધી છે. 

મંગળવારે જાહેર કરવામાં આવેલ સમજૂતીના ભાગ રૂપે હંટર બાઇડેન ટેક્સ અપરાધ માટેનો ગુનો પણ સ્વીકાર કરશે.
કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાના સમયે કોઇ ફેડરલ અપરાધ કેસનું સમાધાન કરવું અસામાન્ય છે જો કે આ બાબત સંપૂર્ણપણે સાંભળવામાં ન આવી હોય તેવી નથી. 
આ સમજૂતી બાઇડેનના બીજા પુત્રની ન્યાય વિભાગ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલ તપાસને સમાપ્ત કરશે. હંટરે ૨૦૧૫માં પોતાના ભાઇ બ્યૂ બાઇડેનના મોત પછી માદક પદાર્થોનું સેવન કરવાની ટેવ સામે લડવાનું સ્વીકાર્યુ હતું. 
આ સમજૂતી એક એવા કેસને પણ ટાળે છે જે અનેક દિવસો અને સપ્તાહો સુધી વ્હાઇટ હાઉસ માટે મુશ્કેલરૂપ બની જતો.
જો કે વ્હાઇટ હાઉસે ન્યાય વિભાગ સાથે અંતર જાળવી રાખવાના પ્રયત્નો કર્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here