રણવીર સિંહ-સારા અલી ખાન સ્ટારર ફિલ્મ સિંબા નું ટ્રેલર રિલીઝ

0
1260

એજન્સી-મુંબઇ

રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘સિંબા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા મસાલેદાર છે. ટ્રેલર જોઇને અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે. સિંબા તેલુગુમાં બનેલી ફિલ્મ “ટેમ્પર” નું અધિકૃત હિન્દી રીમેક છે. ઓરિજનલ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં હતો. ક્રિસમસ પછી 28 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઇ રહેલી રણવીર સિંહની આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્સ્ટ અનુસાર ફિલ્મ સારી કમાણી કરી શકે છે.

આ વર્ષે પદ્માવત પછી રણવીરની બીજી ફિલ્મ

2018ની શરૂઆતમાં રણવીર સિંહની ફિલ્મ પદ્માવત રીલિઝ થઇ હતી અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેમાં રણવીર સિંહના પાત્રની ઘણી પ્રશંસા થઈ હતી. પદ્માવત પછી રણવીર સિંહની આ વર્ષે કોઇ પણ ફિલ્મ રીલિઝ થઇ નથી. ત્યારે હવે વર્ષના અંતે રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ સિંબામાં રણવીર જોવા મળશેય તેનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે અને દર્શકો રણવીરની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

ફિલ્મમાં રણવીર સિંહનો રોલ

રણવીર સિંહ ફિલ્મમાં એક નટખટ અને કરપ્ટ પોલીસ ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. રણવીર આવા પાત્રો માટે પ્રસિદ્ધ પણ છે. બેફિક્રે, બેન્ડ બાજા બારાત, ગુંડે જેવા ફિલ્મો જોઇએ તો આ પ્રકારના પાત્રોને તે બખુબી નિભાવે છે. રોમેન્ટિક રોલ્સમાં રણવીર એટલો ફિટ નથી જેટલો તે આ પ્રકારના રોલમાં છે. તેથી સંભવિત છે કે લોકો તેમને પસંદ કરે.

રીલિઝ માટે ક્રિસમસ લકી સમય

ક્રિસમસ અને દિવાળી વર્ષનાં કેટલાક એવા તહેવારો છે, જેના પર કોઈ પણ ફિલ્મની હિટ થવાની શક્યતા રહે છે. રણવીરની ફિલ્મ ક્રિસમસ બાદ આવી રહી છે.

સારા અલી ખાનની બેક ટુ બેક એન્ટ્રી

અભિષેક કપૂર દિગ્દર્શિત ફિલ્મ કેદારનાથથી ડેબ્યુ કરવાના ત્રણ અઠવાડિયા પછી પડદા પર સારા અલી ખાનની બીજી ફિલ્મ પણ રીલિઝ થશે.

રોહિતના નિર્દેશનમાં પ્રથમ વખત રણવીર

નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ્સ અત્યાર સુધી લગાતાર સુપરહિટ્સ રહી છે. આ પહેલી વાર હશે જ્યારે રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી રણવીર સિંહની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર રીલિઝ થશે. રણવીર સિંહ પણ રોહિત સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતો. આ વાત તે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી જણાવી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here