હાર્દિકના ઉપવાસના 15માં દિવસે સૌરાષ્ટ્રભરમાથી તેને સમર્થન મળી રહ્યું છે. આજે રાજકોટમા પાટીદારોએ અલગ-અલગ કોલેજની બહાર જય પાટીદારના નારા લગાવી કોલેજે બંધ કરવાના પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ જામજોધપુરના વેપારીઓએ બજાર બંધ રાખી હતી. જૂનાગઢમા કોલેજ બહાર પાટીદારોએ હંગામો કરતા પોલીસે પાસના કાર્યકરોની અટકાયત કરી હતી.જૂનાગઢમાં પાસ કાર્યકરોની અટકાયત
હાર્દિક પટેલના સમર્થનમાં જામજોધપુર વેપારીઓ બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢમાં શાળા-કોલેજ બંધ કરાવવા નીકળેલા પાસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે પોલીસ દ્વારા શાળા- કોલેજની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જામનગરમાં પણ પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
સૌરાષ્ટ્રના ગામે-ગામ હાર્દિકને સમર્થન
રાજકોટમા છેલ્લા ચાર દિવસથી રોજ રામધુન બોલવામા આવી રહી છે. આજે ગોંડલતાલુકામા ઠેર-ઠેર રામધુન બોલાવામા આવી હતી. આગામી દિવસોમા હાર્દિકને સમર્થન યથવાત રહેશે અને અલગ-અલગ રીતે સમર્થન કરવામા આવશે. હાર્દિક હોસ્પિટલમા હોય તેની તબિયતમા ઝડપથી સુઘારો થાય તેને લઇ ઠેર-ઠેર પ્રાર્થના કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્રભરમા ગામડે-ગામડે હાર્દિકને સમર્થનને વેગ મળી રહ્યો છે.