‘I.N.D.I.A.’ ગઠબંધનને મોટો ઝટકો, કોંગ્રેસ અને સપા અલગ, બેઠક વહેંચણી મુદ્દે બાજી બગડી

0
78
ગત લાંબા સમયથી સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને વાતચીત ચાલી રહી હતી.
ઉત્તર પ્રદેશમાં તમામ પ્રયાસો બાદ પણ હવે 'I.N.D.I.A.’ ગઠબંધન વિખેરાઈ ચૂક્યું છે.

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં તમામ પ્રયાસો બાદ પણ હવે ‘I.N.D.I.A.’ ગઠબંધન વિખેરાઈ ચૂક્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકો પર વાત નથી બની શકી. ત્યારબાદ હવે સપા ‘I.N.D.I.A.’ ગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડશે. સૂત્રોના  જણાવ્યાનુસાર, બંને પાર્ટી રાજ્યની તમામ બેઠકો પર ચૂંટણી લડશે.ગત લાંબા સમયથી સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોને લઈને વાતચીત ચાલી રહી હતી. પરંતુ અંતમાં બંને પાર્ટીઓ વચ્ચે વાત ન બની શકી. સૂત્રોના અનુસાર, સપા તરફથી કોંગ્રેસને કુલ 17 બેઠકો ઓફર કરાઈ હતી, પરંતુ કોંગ્રેસ 20થી ઓછી બેઠકો પર કોઈ પણ સંજોગોમાં વાત કરવા માટે તૈયાર ન હતી. તેના માટે કોંગ્રેસ તરફથી સપાને વધુ એક યાદી અપાઈ હતી.સૂત્રોના અનુસાર, સપા તરફથી કરાયેલી ઓફરમાં અમેઠી, રાયબરેલી, વારાણસી, અમરોહા, બાગપત, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહેર, ફતેહપુર સીકરી, હાથરસ, ઝાંસી, બારાબંકી, કાનપુર, સીતાપુર, કૈસરગંજ અને મહારાજગંજ બેઠક સામેલ હતી, પરંતુ કેટલીક બેઠકો પણ હતી, જેને લઈને બંને પાર્ટીઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો. જો કે ગત દિવસોમાં જ્યારે સપાએ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી, તે સમયે પાર્ટી તરફથી કેટલીક એવી બેઠકો પર ઉમેદવારોનું એલાન કરી દેવાયું હતું, જેના પર કોંગ્રેસને વાંધો હતો. પાર્ટી તરફથી કેટલાક નેતાઓ દ્વારા અપાયેલા નિવેદનોમાં તેના સંકેત પણ મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here