નમકીનનાં પેકેટમાં ગુટખા ભરીને વિદેશ મોકલવાનું કૌભાંડ, 64.5 કિલોનો જથ્થો ઝડપાયો

0
77
આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં ગૂટખા મળી આવ્યાં હતાં. જેનું વજન 64.5 કિલોગ્રામ હતું આમ વિદેશમાં ગેરકાયદે મોકલવામાં આવી રહેલાં ષડયંત્રની પર્દાફાશ થયો હતો.
આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં ગૂટખા મળી આવ્યાં હતાં. જેનું વજન 64.5 કિલોગ્રામ હતું આમ વિદેશમાં ગેરકાયદે મોકલવામાં આવી રહેલાં ષડયંત્રની પર્દાફાશ થયો હતો.

અમદાવાદમાં નમકીન અને માઉથ ફ્રેશનર્સનાં પેકેટમાં ગુટખા ભરી મોકલવામાં આવતો હોવાની ગઠિયાઓની નવી ટ્રિક સામે આવી છે. અમદાવાદ કસ્ટમની ફોરેન પો્સટ ઓફિસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવી છે.

અમદાવાદ: અમદાવાદથી વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતો ગૂટખાનો 64.5 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ કસ્ટમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કસ્ટમ્સી ફોરોન પોસ્ટ ઓફિસ દ્વારા 6 પાર્સલ જાપાન મોકલાવમાં આવી રહ્યાં હતાં. આ પાર્સલમાં કંઇ ગેરકાયદે હોવાની શંકા જતા ફોરેન પોસ્ટ ઓફસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.પ્રથમ નજરે વિદેશ મોકલામાં આવી રહેલાં આ નમિકન, મસાલા, માઉથ ફ્રેશનર્સનાં સમાન્ય પેકેટ જ લાગે છે. પરંતુ જે પ્રકારનું પેકિંગ હતું તેનાં પરથી કંઇક અજૂગતુ હોવાની શંકા વધુ ઘેરી બની હતી.આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં ગૂટખા મળી આવ્યાં હતાં. જેનું વજન 64.5 કિલોગ્રામ હતું આમ વિદેશમાં ગેરકાયદે મોકલવામાં આવી રહેલાં ષડયંત્રની પર્દાફાશ થયો હતો. આ પાર્સલ કોના દ્વારા અને કોને મોકલવામાં આવી રહ્યું હતું તેની તપાસ હાથ ધરાઇ છે. જાણકારોનાં મતે પેડલરો ્દવારા વિદેશમાં ગૂટખા મોકલવાનું ખાસ નેટવર્ક હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here