દિલ્હી અને મુંબઈ BBC ઓફિસ પર IT દરોડા

0
51
તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા
આવકવેરા વિભાગની 60-70 સભ્યોની ટીમ BBC ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરાઈ છે. ઓફિસમાં આવવા-જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મુંબઈ : BBCની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાના મોટા સમાચાર મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, BBC ઓફિસને સીલ કરી દેવામાં આવી છે અને તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. બીબીસીના લંડન હેડક્વાર્ટરને પણ દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. આજે સવારે  દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આવકવેરા વિભાગની ટીમ હજુ પણ કચેરીમાં હાજર છે. આવકવેરા વિભાગની 60-70 સભ્યોની ટીમ BBC ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરાઈ છે. ઓફિસમાં આવવા-જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ BBC પર ITના દરોડાના સમાચાર બાદ કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ટ્વીટ કર્યું, “પહેલા તેઓએ BBCની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો અને હવે આવકવેરા વિભાગે BBCપર દરોડા પાડ્યા છે.” આ એક અઘોષિત તરીકે બનાવેલ કટોકટી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ બાબતે સરકાર પર આક્રમક પ્રહારો કર્યા હતા . તેમણે કહ્યું હતું કે, અહીં અમે અદાણી મામલે JPC બનવાની માંગ કર્યે છીએ અને સરકાર BBCના પાછળ પડી છે. તેમણે વધારેમાં એમ પણ લખ્યું હતું કે, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ”. આ રીતે સરકાર સામે તેમણે પ્રહારો કરતા ટ્વીટ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here