સૂતેલા વાઘ પર પથ્થર ફેંકવાના આરોપસર ટુરિસ્ટ-ગાઈડને દંડ ફટકારાયો

0
665

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,
એક પર્યટક અને તેના ગાઈડ પર સૂતેલા વાઘ પર પથ્થર ફેંકવાના આરોપમાં ૫૧ હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ કિસ્સો રાજસ્થાનના રણથંભોર ટાઈગર રિઝર્વનો છે. અહીં મંગળવારે ઝોન-૬ના પીલીઘાટ ગેટ પર પર્યટક અને ગાઈડે એક સૂતેલા વાઘને જોયો. વનકર્મચારીએ જણાવ્યુ કેદરમિયાન પર્યટક કેમેરા સાથે જિપ્સીમાં બેસી રહ્યો, જ્યારે ગાઈડે નીચે ઉતરીને વાઘને જગાડવા માટે તેની પર પથ્થર ફેંક્યો.
આ દરેક બાબત પાર્કમાં લાગેલા થર્મલ ઈમેજિંગ કેમેરામાં કેદ થઈ ગઈ. જે વાઘની ગતિવિધિઓને નોટીસ કરવા માટે લગાવવામાં આવે છે. ડિવિઝનલ વન અધિકારી મુકેશ સૈનીએ જણાવ્યુ, પર્યટક અને ગાઈડના ટાઈગર રિઝર્વ નિયમોના ઉલ્લંઘન બાદ અમે તેમને તરત પાર્ક છોડવાનું કહ્યું અને ૫૧ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો.
વન વિભાગે આની પર કાયદાકીય પગલા લેતા પર્યટકોની સમગ્ર દિવસની સફારી બુકિંગ કેન્સલ કરી દીધી. આ સિવાય પાર્કમાં સફારી માટે ગાઈડની એન્ટ્રી પર પણ રોક લગાવી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here