સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાયું, 2023-24માં દેશનો વિકાસ દર 6.6 રહેવાનું અનુમાન

0
158
ભારત વિશ્વમાં સૌથી વધુ આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે
જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં MSMEના ક્રેડિટ ગ્રોથમાં 30.6 ટકાનો વધારો થશે

નવી દિલ્હી : સંસદમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આર્થિક સર્વે રજુ કર્યો હતો. 2023-24માં દેશનો વિકાસ દર 6.6 ટકાથી આઠ ટકા સુધી રહેવાનું અનુમાન છે.નાણાંકિય વર્ષ 2024માં રિયલ  GDP ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન છે. નોમિનલ  GDP ગ્રોથ 11 ટકા રહેવાની સંભાવનાઓ છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે.આર્થિક સર્વેક્ષણ પ્રમાણે દેશની આર્થિક વ્યવસ્થા ચાલુ નાણાકિય વર્ષના 7 ટકાની તુલનામાં 6.5 ટકાથી વધશે. ગત વર્ષમાં વિકાસ દર 8.7 ટકા રહ્યો હતો. ભારત વિશ્વમાં સૌથી વધુ આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહેશે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં MSMEના ક્રેડિટ ગ્રોથમાં 30.6 ટકાનો વધારો થશે.ECLGSના કારણે MSMEના ક્રેડિટ ગ્રોથમાં વધારો થશે. કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થવાનું અનુમાન છે. જ્યારે કોર્પોરેટ અને બેંકિંગ સેક્ટરની બેલેન્સ શીટ મજબૂત હોવાનો પણ દાવો કરાયો છે. પીએમ ગતિ શક્તિ અને નેશનલ લોજિસ્ટિકથી મેન્યુફેક્ચરિંગને મજબૂતી મળશે. કોરોનાકાળ બાદ દેશ ઝડપથી આગળ વધ્યો છે. દેશમાં ઉત્પાદનોમાં વૃદ્ધિ થઈ રહી છે. જ્યારે રોકાણોમાં પણ વધારો થયો છે. PPP મામલે ભારત ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યો છે. જ્યારે વિનિમય દરના મામલે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશની અર્થવ્યવસ્થાએ કોરોનાકાળમાં જે ગુમાવ્યું હતું તે ફરીવાર મેળવી લીધું છે. વૈશ્વિક, આર્થિક અને રાજનૈતિક વિકાસને આધારે આગામી નાણાંકિય વર્ષમાં દેશનો વિકાસ દર 6.6 ટકાથી આઠ ટકા સુધી હશે. આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે, વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે, જ્યારે 2021-22 માટે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 2022-23માં, ભારતીય અર્થતંત્ર 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ હતો. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરાયેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here