તાજ હૉટલ અને બીએસઇ માટે પાલિકાના અલગ-અલગ માપદંડ

0
342
બીએસઇએ આ પ્રકરણે પાલિકાને એવો ખુલાસો કર્યો હતો કે, સુરક્ષાના કારણોસર બહાર પાર્કિંગ અને ખુલ્લી જગ્યા પોલીસે બંધ કરી હતી અને સાર્વજનિક હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી બીએસઇએ દંડ ભરવા માટે ઇનકાર કર્યો હતો.
બીએસઇએ આ પ્રકરણે પાલિકાને એવો ખુલાસો કર્યો હતો કે, સુરક્ષાના કારણોસર બહાર પાર્કિંગ અને ખુલ્લી જગ્યા પોલીસે બંધ કરી હતી અને સાર્વજનિક હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી બીએસઇએ દંડ ભરવા માટે ઇનકાર કર્યો હતો.

મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકા તાજ હોટલ અને બીએસઇ (બૉમ્બે સ્ટોક એક્સચેન્જ) વચ્ચે ભેદભાવ કરી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. તાજ હૉટલનો નવ કરોડ રૂપિયાનો દંડ માફ કરનારી પાલિકા બીએસઇ સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે.

બીજી તરફ આતંકવાદી હુમલાનો ભોગ બનેલી અને સુરક્ષા માટે તાજ જેવા પગલાં ભરનારી ટ્રાઇડેન્ટ હૉટલે પાલિકાની કાર્યવાહીને ટાળવા માટે રૂ. ૨૦ લાખ ચૂકવી દીધા હતાં. ૨૬/૧૧ના આતંકી હુમલા બાદ કોલાબા ખાતે આવેલી તાજ હોટલ અને નરીમન પૉઇન્ટ પરિસરમાં ટ્રાયડન્ટ હોટલની બહારના રસ્તા અને ફૂટપાથ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા હતાં. છેલ્લાં કેટલાક વર્ષોમાં તાજ હોટલે બંધ કરેલા ફૂટપાથ પર ઝાડના કુંડા લગાવીને અતિક્રમણ કર્યું હોવાથી પાલિકાએ રસ્તા અને ફૂટપાથનો ઉપયોગ વ્યાવસાયિક રીતે કરવા બદલ રૂ. ૮.૮૫ કરોડનો દંડ ફટકાર્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી ચાલી રહેલા આ વિવાદમાં આખરે દંડમાફી કરીને પાલિકાએ કાર્યવાહીનો અંત આણ્યો હતો. તાજ હોટલે અત્યાર સુધીમાં ફક્ત રૂ. ૬૬ લાખનો દંડ ભર્યો છે. તાજની દંડમાફીનું પ્રકરણ ચાલુ છે ત્યારે બીએસઇને ફટકારવામાં આવેલા દંડને કારણે પાલિકા ફરી એક વાર વિવાદોમાં સપડાઇ છે.
૧૯૯૨ના બોમ્બ વિસ્ફોટ બાદ બીએસઇની બહાર આવેલા ફૂટપાથ અને પાર્કિંગ પોલીસે બંધ કર્યા હતાં. ૨૬/૧૧ના હુમલા બાદ તાજ અને ટ્રાયડંટ હોટલ પછી બીએસઇને પણ સાર્વજનિક જગ્યા વાપરવા બદલ ચાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે તેની સાથે ૧૫ ટકાનું વ્યાજ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી રૂ. ૪.૬૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ પ્રકરણે ભાજપ, કૉંગ્રેસ. એનસીપી અને સમાજવાદી પાર્ટીએ પાલિકાના નિર્ણયની ટીકા કરી હતી. જે નિર્ણય તાજ માટે લેવાયો એ જ નિર્ણય બીએસઇ માટે લેવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here