કોરોના બાદ કોલેરાનો કહેર: તંત્ર કહે છે પાણી ઉકાળીને પીવો પણ પહેલા પાણી તો આપો

0
153
આ ઉપરાંત ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરી નાગરિકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રજાજનોને હાલના તબક્કે  પીવાનું શુધ્ધ પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે કલોલ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 4, 5 અને 11 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો.
આ ઉપરાંત ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરી નાગરિકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રજાજનોને હાલના તબક્કે  પીવાનું શુધ્ધ પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે કલોલ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 4, 5 અને 11 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો.

ગાંધીનગર : જિલ્લામાં આવેલ કલોલ શહેરમાં તાજેતરમાં સામે આવેલ કોલેરાની સમસ્યાના સંદર્ભમાં તેઓએ શક્ય તેટલી ઝડપથી આ રોગચાળા પર કાબૂ મેળવવા તંત્રને હિદાયત કરી હતી. આ માટે જિલ્લાના કલેકટર, રિજિયોનલ મુખ્ય મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા સર્વેલન્સ અધિકારી, આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરી કોલેરાને નાથવા જરૂરી પગલાંઓ પણ લેવામાં આવ્યા છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રત્યેક ઘરે સર્વેલન્સ કામગીરી, ઓ.આર.એસ. અને કલોરીનની ગોળીઓ અને રોગચાળાની અટકાયત માટે જન જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૪ કલાક હેલ્પલાઇન કાર્યરત કરી નાગરિકોને શક્ય તમામ મદદ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રજાજનોને હાલના તબક્કે  પીવાનું શુધ્ધ પાણી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે કલોલ નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 4, 5 અને 11 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. કલોલમાં આવેલા રેલવે પૂર્વ વિસ્તારના ત્રિકમનગર, સર્વોદય છાપરા, શ્રેયાન્સ સોસાયટી, જેપીની લાટી અને તેની આસપાસના ભાગમાં કોલેરાના કેસો આવતા તંત્ર એલર્ટ થયું છે. કોલેરાના કેસો આવતા બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 40,000 લોકોની છે વસ્તી છે. કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત એ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે 3 જુલાઈથી ઝાડા – ઉલ્ટીના કેસો આવવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં કોલેરાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 5 લોકોના મરણ થયા છે. કલોલ નગરપાલિકાના અસરગ્રસ્ત વિસ્તારમાં ઝાડા ઉલટીના 309 કેસો નોંધાયા છે, જેમાંથી હાલ 55 થી વધુ લોકો સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here