‘ભાજપવિરોધી’ નહીં ‘દેશભક્ત પક્ષો’ કહો, ઉદ્ધવની સેનાએ સામનામાં કહ્યું- આજની બેઠક ‘દેશ બચાવો આંદોલન’

0
94

આ બેઠકમાં પીએમ મોદીને 2024માં સત્તાથી હટાવવા વિપક્ષી દળો વચ્ચે સિંગલ પોઈન્ટ એજન્ડા પર સહમતિ બનાવવાનો પ્રયાસ થશે

સામનામાં લખ્યું છે કે પટણા એ જ ભૂમિ છે જ્યાંથી જેપીના આંદોલનની શરૂઆત થઈ અને કોંગ્રેસના મજબૂત કિલ્લાને ધ્વસ્ત કરાયો હતો

આજે પટણામાં વિપક્ષી દળોની મહારેલી યોજાવા જઈ રહી છે જેમાં મોદી અને ભાજપવિરોધી જૂથ શક્તિ પ્રદર્શન કરશે. આ બેઠકમાં પીએમ મોદીને 2024માં સત્તાથી હટાવવા વિપક્ષી દળો વચ્ચે સિંગલ પોઈન્ટ એજન્ડા પર સહમતિ બનાવવાનો પ્રયાસ થશે. રેલી પૂર્વે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ સામનામાં લખ્યું છે કે પટણા એ જ ભૂમિ છે જ્યાંથી જેપીના આંદોલનની શરૂઆત થઈ અને કોંગ્રેસના મજબૂત કિલ્લાને ધ્વસ્ત કરાયો હતો. 

ફરી એકવાર પટણાથી શરૂઆત… 
સામનામાં લખ્યું છે કે ફરી એકવાર પટણાથી શરૂઆત થઈ રહી છે, જે સારી વાત છે. શિવસેના (UBT) એ ચિંતા વ્યક્ત કરી કે જો 2024માં ફરી મોદી ચૂંટાશે તો લોકતંત્ર નહીં બચે. ભાજપવિરોધી પટણામાં એકજૂટ થશે તેમ કહેવું ખોટું મનાશે. લોકતંત્ર, બંધારણની સુરક્ષા માટે દેશભક્ત દળો એકજૂથ થઈ રહ્યા છે એમ કહેવું યોગ્ય ગણાશે. 
પટણાની ભૂમિ એકદમ યોગ્ય સ્થાન 
સામનામાં જણાવાયું છે કે 1975માં આ પટણાની ભૂમિથી જ જયપ્રકાશ નારાયણેએ બીજી આઝાદી તથા ક્રાંતિનો નારો આપ્યો હતો અને દેશમાં ક્રાંતિની જ્વાળા ભડકી હતી.કોંગ્રેસના વિરોધમાં તે સમયે તમામ રાજકીય પક્ષો એકજૂટ થયા અને એકબીજામાં વિલિન થયા. એ એકજૂટતાથી ઈન્દિરા ગાંધીનો પરાજય થયો હતો. એ ક્રાંતિની ચિંગારી પટણાથી ભડકી એટલા માટે દેશભક્ત દળોની આજે પહેલી બેઠક પટણાની ભૂમિ પણ યોજાવા જઇ રહી છે. 
તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે 
સામનામાં લખ્યું છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરે છે. ભાજપમાં જોડાનારા ભ્રષ્ટાચારીઓ, ગુનેગારોને અભયદાન મળી રહ્યું છે. આ સરમુખત્યારશાહી દર્શાવતું પગલું છે. એવું જ ચાલશે તો 2024ની લોકસભા ચૂંટણી દેશમાં છેલ્લી ચૂંટણી હશે અને આ દેશમાં લોકતંત્ર હતું તેના પર ભાવિ પેઢી ફક્ત રિસર્ચ કરતી રહેશે. આજે યોજાનાર પટણાનો આ મેળો દેશ બચાવો આંદોલન છે. 
450 બેઠક પર આ છે લક્ષ્ય 
તેમાં જણાવ્યું કે ઓછામાં ઓછી 450 બેઠકો પર એકની સામે એક (ભાજપ વિરુદ્ધ વિપક્ષનો એક ઉમેદવાર) નો મુકાબલો થશે અને આ લડાઈમાં ભાજપનો પરાજય થશે. મોદી ગમે તેટલાં નાટકીય પ્રયોગ કરી લે, તેમનો પરાજય નક્કી જ છે. આ દેશના અનેક રાજ્યોએ તે બતાવી દીધું છે. કાયદો, બંધારણ, ન્યાયપાલિકાની ચિંતા કર્યા વિના સત્તા મેળવનારાઓનું શાસન ખતમ કરવા અંગે પટણાની બેઠકમાં ચિંતન થાય અને બધા સહમત થાય તો 2024માં મોદીએ ‘ઝોલા’ ઉપાડી નીકળી જવું પડશે. પટણામાં એટલા માટે જ એકજૂટતાનો નારો અપાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here