રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર થશે, માનહાનિના કેસમાં ચુકાદાની સંભાવના

0
39

રાહુલ ગાંધીએ લોકસભા 2019ની ચૂંટણી પ્રચારમાં મોદી અટક પર ટિપ્પણી કરી હતી

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતા હાજર રહેશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરતની કોર્ટમાં હાજર થશે. પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે.
ગુજરાત કોંગ્રેસના નેતા હાજર રહેશે

રાહુલ ગાંધીના આગમનને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, પક્ષના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા, AICC ગુજરાતના પ્રભારી રઘુ શર્મા અને ધારાસભ્યો સહિત કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સુરતમાં હાજર છે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યું હતું કે ચુકાદો સંભળાવશે ત્યારે કોંગ્રેસના નેતા પણ હાજર રહેશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે? ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here