આઝાદી સમયે 50 મિલિયન ટન અનાજ હતું, આજે 315 મિલિયન ટન થયું: અજીત ડોભાલ

0
69
દીક્ષાંત સમારોહ દરમિયાન NSA ડોભાલને ડૉકટર ઓફ લિટરેચરની પદવી પણ આપવામાં આવી
અજીત ડોભાલ ઉત્તરાખંડ સ્થિત યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહ રહ્યા હાજર

ઉત્તરાખંડ : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉત્તરાખંડ સ્થિત યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. જીબી પંત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન NSA ડોભાલને ડૉકટર ઓફ લિટરેચરની  પદવી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનમોહન એસ. ચૌહાણ અને રાજ્યના રાજ્યપાલ ગુરમીત સિંહ પણ હાજર હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે કહ્યું કે, ભારતના ભાગલા પછી, લોકો એવું માનતા હતા કે જ્યારે ખેતીની જમીન પાકિસ્તાનમાં જશે ત્યારે ભારત તેના લોકોને ખવડાવી શકશે નહીં. અજીત ડોભાલે કહ્યું, “ભારતના ભાગલા સમયે 22 મિલિયન હેક્ટર ખેતીની જમીન પાકિસ્તાનમાં ગઈ હતી. આ ભારતનો એવો ભાગ હતો જ્યાં મહત્તમ અનાજનું ઉત્પાદન થતું હતું. આ પછી, ઘણા લોકો માનતા હતા કે દેશના 35 કરોડ લોકો માટે ખોરાકનું ઉત્પાદન થઈ શકશે નહીં. ગર્વની વાત છે કે આઝાદીના 75 વર્ષ પછી આપણી વસ્તી વધીને 135 કરોડ થઈ ગઈ છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે 50 મિલિયન ટન અનાજ હતું, જે આજે વધીને 315 મિલિયન ટન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here