શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ તેની મિત્ર શનાયા કપૂર સાથે જોવા મળી
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા
બોલિવૂડ કિંગ અને ક્રિકેટ કિંગ પઠાણના ગીત પર ઝૂમ્યા
કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈકાલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જીતી લીધી હતી, જીત બાદ મેદાન પર જે જોવા મળ્યું તેણે કેટલાક ચાહકોનું દિલ જીતી લીધું હતુ. વિરાટ કોહલી બોલિવૂડના ‘પઠાણ’ શાહરૂખ ખાન પાસેથી ગ્રાઉન્ડ પર ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર ડાન્સ સ્ટેપ શીખ્યતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોઈને કેટલાક લોકોએ શાહરૂખ અને વિરાટના વખાણ કર્યા હતા.