શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે અદાણી વિલ્મરનો આઈપીઓ પ્રથમ દિવસે 57% ભરાયો

0
92
અઠવાડિયાની અંદર ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 47 રૂપિયા સુધી પહોંચ્યું છે
અઠવાડિયાની અંદર ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 47 રૂપિયા સુધી પહોંચ્યું છે

મુંબઇ. Adani Wilmar IPO subscription: દેશની સૌથી મોટી FMCG ફૂડ કંપનીઓમાંની એક એવી અદાણી વિલ્મર કંપનીનો આઈપીઓ (Adani Wilmar) પ્રથમ દિવસે 57% ભરાયો છે. આઈપીઓ ગઈકાલે એટલે કે 27મી જાન્યુઆરીના રોજ ખુલ્યો હતો. રોકાણકારો 31 જાન્યુઆરી સુધી આઈપીઓ માટે અરજી કરી શકશે. બીએસઈ (BSE)ની વેબસાઈટ પરથી મળેલી વિગત પ્રમાણે 3,600 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રથમ દિવસે 0.57 ગણી બીડ (Adani Wilmar IPO Subscription 1st Day) મળી છે. રિટેલ હિસ્સાની વાત કરીએ તો તે પ્રથમ દિવસે 0.96 ગણો ભરાયો છે. પ્રથમ દિવસે આઈપીઓને મળેલા મિશ્ર પ્રતિસાદ બાદ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Adani Wilmar Grey Market Premium)માં પણ ઉછાળો જોવા મળ્યો છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અદાણી વિલ્મરનો શેર ગ્રે માર્કેટમાં 47 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.બજાર પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે આજે અદાણી વિલ્મર આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 47 રૂપિયા પ્રતિ શેર છે, જે ગતરોજ કરતા ત્રણ રૂપિયા વધારે છે. ગઈકાલે અદાણી વિલ્મરનો શેર ગ્રે માર્કેટમાં 44 રૂપિયા લેખે ટ્રેડ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અદાણી વિલ્મરના શેરની ગ્રે માર્કેટમાં 65 રૂપિયા લેખે એન્ટ્રી થઈ હતી. અઠવાડિયાની અંદર ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 47 રૂપિયા સુધી પહોંચ્યું છે. બીજી તરફ અદાણી વિલ્મરના આઈપીઓને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ મળતા બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે શેર બજારમાં થયેલી ઉથલપાથલને પગલે આવું થયું છે.અદાણી વિલ્મરનો શેર હાલ ગ્રે માર્કેટમાં 277 રૂપિયા (230+47) લેખે ટ્રેડ કરી રહ્યો છે. મતલબ કે શેર ગ્રે માર્કેટમાં ઇશ્યૂ કિંમતથી 20 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. અહીં એક વાત નોંધવી રહી કે ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી આઈપીઓની સફળતા કે નિષ્ફળતાનું અનુમાન લગાવી શકાય નહીં. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રોકાણકારોએ ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ નહીં. રોકાણ માટે કંપની વિશે ઊંડો અભ્યાસ જરૂરી છે.અદાણી વિલ્મરના આઈપીઓનો 50% હિસ્સો ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. 15% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd કંપનીનો આઈપીઓ 27 જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે.અદાણી વિલ્મર આઈપીઓ માટે શેરની ફાળવણી ત્રીજી ફેબ્રુઆરીના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને ચોથી ફેબ્રુઆરીથી રિફંડ મળવા લાગશે. જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ ખાતામાં સાતમી ફેબ્રુઆરી સુધી શેર જમા થઈ જશે. અદાણી વિલ્મરના આઈપીઓનું લિસ્ટિંગ આઠમી ફેબ્રુઆરીના રોજ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here