વતન વાપસી કરતા ઍરપોર્ટ પરથી જ PM મોદીએ વિપક્ષને સંભળાવ્યું, ઓસ્ટ્રેલિયામાં તો તેમના વિપક્ષ પણ હાજર હતા

0
125
નવા સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો વિપક્ષે બહિષ્કાર કરવાની જાહેરાત કરતાં પીએમ મોદીએ આડેહાથ લીધા
પીએમ મોદીએ કહ્યું કે માત્ર ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ જ નહીં, પરંતુ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનો અને સમગ્ર વિપક્ષ તેમના દેશ માટે એકસાથે હતો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના વિપક્ષના નિર્ણય પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ત્રણ દેશોના પ્રવાસને પૂર્ણ કર્યા બાદ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચ્યા. અહીં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓ સહિત સેંકડો લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.સિડનીમાં તેમના તાજેતરના સામુદાયિક કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જ્યાં તેમને સાંભળવા માટે 20,000 થી વધુ લોકોની ભીડ ઉમટી હતી, પીએમ મોદીએ કહ્યું કે માત્ર ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનીઝ જ નહીં, પરંતુ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનો અને સમગ્ર વિપક્ષ તેમના દેશ માટે એકસાથે હતો. પીએમ મોદીએ કહ્યું, “પૂર્વ વડાપ્રધાન પણ તે સમારોહમાં હાજર હતા. વિપક્ષ અને સત્તાધારી પક્ષના સાંસદો હતા. બધાએ સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.”આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વેક્સિનને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું, અમને હિસાબ પૂછવામાં આવ્યો કે તમે વિદેશમાં રસી કેમ મોકલી. આ બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. પાપુઆ ન્યુ ગિનીના લોકો મારી ભાષા સમજી શક્યા નહીં, પરંતુ તેઓએ ઈશારો કરીને કહ્યું કે તમે રસી મોકલી ત્યારે જ અમે જીવિત છીએ. ત્યાંના લોકોની આંખમાં આંસુ હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓસ્ટ્રેલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું ખૂબ જ માન આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ સામર્થ્ય એટલા માટે છે કારણ કે દેશમાં પૂર્ણ બહુમતી સાથેની સરકાર બની છે. જ્યારે પૂર્ણ બહુમતી સાથે સરકારનો પ્રતિનિધિ દુનિયાની સામે કંઈક કહે છે ત્યારે દુનિયા માને છે કે તે એકલો નથી બોલી રહ્યો, 140 કરોડ લોકો બોલી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. વિરોધ પક્ષો દલીલ કરે છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવું જોઈએ, કારણ કે રાષ્ટ્રપતિ માત્ર રાજ્યના વડા જ નથી, પરંતુ તેઓ સંસદના એક અભિન્ન અંગ પણ છે કારણ કે તેઓ સંસદનું સત્ર બોલાવે છે, સ્થગિત કરે છે અને સમાપ્ત કરે છે. તેઓ સંસદના પ્રથમ સત્ર દરમિયાન બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here