પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

0
417
સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે.
સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યુ કે, તે કોંગ્રેસના સભ્ય તરીકે યથાવત રહેશે.

પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું આપી દીધું છે.નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજૂતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય વિશે કોઈ સમજૂતી કરી શકુ એમ નથી. તેથી પંજાબમાં પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું એટલે ચોંકાવનારુ છે, કારણકે કોંગ્રેસ હાઈકમાન્ડે જ તેમને પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તે સાથે જ તેમની સાથેના વિવાદના કારણે જ કેપ્ટન અમરિંદર સિંહે તેમનું પદ છોડ્યું હતું.કેપ્ટન અમરિંદર સિંહે પદ છોડ્યા પછી જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ તાજેતરમાં જે રીતે પંજાબમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું તેનાથી નવજોત સિંહ સિદ્ધુ ખુશ નહતા.ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી બન્યા પછી જે પ્રમાણેની તસવીરો સામે આવી હતી તે વિશે પણ ઘણાં વિવાદ શરૂ થયા હતા. તેમાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો હાથ પકડેલો હતો. તેના કારણે કોંગ્રેસની અંદર આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here