હું રણબીર સાથે લીવ ઇન રિલેશનશીપમાં નહિ રહુ: આલિયા ભટ્ટ

0
549

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૫
મોખરાની અભિનેત્રી આલિયા ભટ્ટે એવો ખુલાસો કર્યો હતો કે હું રણબીર કપૂર સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવાની નથી. આ અંગેના મિડિયા રિપોર્ટ નરી ગોસિપ છે.
અત્યારે અગાઉ રણબીર કપૂર અને કેટરિના કૈફ લગભગ પાંચેક વર્ષ સુધી લીવ ઇન રિલેશનશીપથી એક ફ્લેટમાં સાથે રહ્યાં હતાં. બંને સાથે વિદેશ પ્રવાસો પણ કરતાં હતાં. વેકેશન સાથે ગાળતાં હતાં. ૨૦૧૮ના આરંભે બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી અને બંને છૂટાં પડી ગયાં હતાં.
તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે રણબીર કપૂરની હાલની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ રણબીર સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવા જવાની છે. આ બંને એક ઇન્ટરિયર ડિઝાઇનરને ત્યાં સાથે જોવા મળ્યા હતા. એના પગલે લીવ ઇન રિલેશનશીપની વાતો વહેતી થઇ હતી. એ વિશે આલિયાએ ખુલાસો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here