એશિયા સ્કૂલના વિદ્યાર્થીઓ હેરિટેજ વાર્તા ક્વીઝ-2018ના વિજેતા બન્યા

0
1001

પીઆરએસઆઈ-અમદાવાદ ચેપ્ટર દ્વારા વાસણ મ્યુઝિયમ, વિચાર ટ્રસ્ટ ખાતે હેરિટેજ વાર્તા ક્વીઝની પ્રથમ સિઝન યોજાઈ

એશિયા સ્કૂલના વિદ્યાર્થીઓ હેરિટેજ વાર્તા ક્વીઝ-2018ના વિજેતા બન્યા

મેગા ક્વિઝના વિજેતાઓ

વિજેતાઓ               :               ધ્રુવ મરાઠા અને ઓમ મિસ્ત્રી (એશિયા ઈંગ્લિશ સ્કૂલ)

પ્રથમર નરઅપ     :               તનુજ ભટ્ટ અને સ્તવન પંડ્યા (એશિયા ઈંગ્લીશ સ્કૂલ)

દ્વિતિયર નરઅપ    :               પર્લ પંડ્યા અને કશિશ ઠક્કર (શ્રી સત્ય સાંઈ વિદ્યામંદિર)

 

2nd December 2018:વિવિધ સ્કૂલો જેમકે કેલોરેક્સ પબ્લિક સ્કૂલ, એશિયા ઈંગ્લિશ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુર, શ્રી સત્યસાંઈ વિદ્યામંદિર અને ન્યૂ એજ સ્કૂલ, જુહાપુરાના 45 જેટલા વિદ્યાર્થીઓએ પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા-અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત પ્રથમ હેરિટેજ વાર્તા ક્વિઝમાં ભાગ લીધો હતો. આ ક્વીઝનું આયોજન અદાણી ગેસ દ્વારા પાવર્ડ અને આઈક્યૂ આઈડિયાઝના પ્રો. એન. સત્યનારાયણ દ્વારા આયોજિત કરાઈ હતી. આ ઈવેન્ટનું આયોજન વિચાર ટ્રસ્ટના વાસણ મ્યુઝિયમમાં થઈ હતી, જેમાં સ્કૂલોનાં ધો. 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે અનેક આનંદપ્રદ અને માહિતીસભર પ્રવૃતિઓ સામેલ હતી. ક્વીઝનું આયોજન અદાણી ગેસ દ્વારા સીએનજી અને પર્યાવરણ અંગે પણ થયું હતું, આ ઉપરાંત બાળકોએ કુ. રૂચિ પાસેથી કેટલીક યોગ ટિપ્સ મેળવી હતી. જ્યારે મ્યુઝિયમ ખાતે આર્ટ એન્ડ ક્રાફ્ટ સેશન પણ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં બાળકોને ડી સ્ક્વેર ક્લબ અને હેપી લિવિંગ દ્વારા ભેટ આપવામાં આવી હતી.

 

વિવિધ ક્ષેત્રોનાં અનેક મહાનુભાવો જેમકે સેપ્ટના આર્થર ડફ, અદાણી ગેસના વી એસ ઈશ્વર અને અન્ય ટોચના અધિકારીઓ, પીઆરએસઆઈ-અમદાવાદ ચેપ્ટરના અધિકારીઓ, અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના અધિકારીઓ, વિચાર ટ્રસ્ટના ચિરાગભાઈ, એચપી ક્રિએશન્સના હાર્દિકભાઈ, આર્યા કમ્યુનિકેશન્સના દિનેશભાઈ તથા આરાધ્યા હોલીડેઝના અમિતભાઈ વગેરે આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્કૂલોના શિક્ષકો અને વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here