રાત્રે મોજા પહેરીને સૂઈ જવાથી અનેક બિમારી થઈ શકે છે

0
367
Wearing socks while sleeping may help to prevent the symptoms of Raynaud’s disease.
Wearing socks while sleeping may help to prevent the symptoms of Raynaud’s disease.

લોકોને ઠંડીમાં રાત્રે મોજા પહેરીને સુવે છે | જાે તમારા મોજામાં હવા સરક્યુલેટ નહીં થાય તો ઓવર હીટિંગની પરેશાની થઈ શકે જેસ્વાસ્થ્ય માટે હાનિકારક છે

નવી દિલ્હી,તા.૨૯

It may seem like wearing socks in bed would overheat the feet. But, in reality, this habit might assist the body’s internal temperature regulation.
It may seem like wearing socks in bed would overheat the feet. But, in reality, this habit might assist the body’s internal temperature regulation.

ઠંડીની ઋતુ આવતા જ લોકો તેનાથી બચવા માટે જાત જાતના તરીકા અપનાવતા હોય છે. શરીરની ઉષ્મા જાળવી રાખવા માટે લોકો ગરમ કપડાં પહેરે છે. ઠંડીમાં કાન અને પગને ગરમ રાખવા ખુબ જરૂરી છે. કારણ કે આ બંને જગ્યાએ ઠંડીનો અહેસાસ શરીરના અન્ય ભાગો કરતા વધુ થાય છે. જેના માટે લોકો ટોપી અને મોજાનો ઉપયોગ કરે છે. ઠંડીની ઋતુમાં તમે લોકોને મોજા પહેરીને ઊંઘતા પણ જાેયા હશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ રીતે મોજા પહેરીને સૂઈ જવું તમારા માટે જાેખમી સાબિત થઈ શકે છે. અમે તમને બતાવીએ કે મોજા પહેરીને સૂઈ જવાથી શું-શું નુકસાન થઈ શકે છે. ઠંડીની ઋતુમાં લોકો આખો દિવસ મોજા પહેરીને ફરે છે. જેનાથી મોજામાં ધૂળ અને માટી ચોંટી જાય છે. આવામાં આ મોજા પહેરીને સૂઈ જવાથી પગમાં ઈન્ફેક્શનનું જાેખમ વધી જાય છે. મોજા પહેરીને સૂઈ જવાથી લોહીના સર્ક્‌યુલેશનમાં અડચણ થઈ શકે છે. જાે તમે સૂતી વખતે ટાઈટ મોજા પહેરી રાખો તો તેનાથી પગમાં દબાણ મહેસૂસ થશે અને બ્લડ સર્ક્‌યુલેશન અટકી જવાનું જાેખમ થઈ શકે છે. મોજા ઠંડીથી બચાવવાનું કામ તો કરે છે, પરંતુ તેને પહેરીને સૂઈ જવાથી તમને જાેખમ પણ ઊભું થઈ શકે છે. હકીકતમાં જાે તમારા મોજામાં હવા સરક્યુલેટ નહીં થાય તો ઓવર હીટિંગની પરેશાની થઈ શકે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. રાતે સૂતી વખતે ટાઈટ મોજા પહેરવાથી પગની નસો પર દબાણ પડે છે. જેના કારણે હાર્ટ જ્યારે લોહીને પંપ કરે તો તેને વધારે જાેર આપવાની જરૂર પડે છે. જેનાથી હ્રદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ટાઈટ મોજા પહેરીને સૂઈ જવાથી તમારા પગની નસોમાં ગાંઠ પડી જવાનું જાેખમ રહે છે. હકીકતમાં ટાઈટ મોજાથી જ્યારે લોહીનું તબાણ આ નસો પર પડે છે ત્યારે તે લોહીને આગળ વધારવા માટે જગ્યા બનાવવાની કોશિશ કરે છે, જેના કારણે નસોમાં વળાંક આવે છે અને ગાંઠ પડી જવાનું જાેખમ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here