Bollywood કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’નું ટ્રેલર રિલીઝ By The Venus Times - June 5, 2023 0 119 Share on Facebook Tweet on Twitter કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ સત્યપ્રેમ કી કથાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં કાર્તિક અને કિયારાની જોડી દિલને હચમચાવી દે તેવી છે. ફિલ્મના ટ્રેલરમાં કાર્તિક એવા રોલમાં નજર આવી રહ્યો છે જેને લગ્ન કરવા માટે છોકરી નથી મળતી. આ દરમિયાન તેને કિયારા મળે છે. જોકે ટ્રેલરમાં કિયારા કોઈ બીજા સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ ફુલ એન્ટરટેનિંગ છે. સત્યપ્રેમ કી કથા કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મની સાથે બંનેની જોડી બીજી વખત મોટા પડદા પર નજર આવશે. આ અગાઉ ‘ભૂલ ભૂલૈયા 2’માં બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ટ્રેલરની શરૂઆતમાં સિંગલ કાર્તિક આર્યન કિયારા અડવાણી સાથે ફ્લર્ટ કરતો નજર આવે છે. બીજી તરફ બીજા સીનમાં તે એક એવા છોકરાના રૂપમાં નજર આવે છે જે ઘરનું બધુ કામ કરે છે પરંતુ લગ્ન માટે તેને છોકરી નથી મળી રહી. જ્યારે ત્રીજા સીનમાં ફિલ્મ કોમેડીથી ભરપૂર નજરી આવી રહી છે તો ટ્રેલરના ચોથા ભાગમાં એક્શન જોવા મળે છે. આ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. ફિલ્મ જોઈને લાગે છે કે તે ખૂબ જ રસપ્રદ બની રહેશે.ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 29 જૂન 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સમીર વિધ્વાંસે કર્યું છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારા ઉપરાંત ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક જેવા સ્ટાર્સ પણ લીડ રોલમાં નજર આવશે.