IND vs AUS :ભારત બાદ ઓસ્ટ્રેલિયાનું વન-ડે સ્ક્વોડનું એલાન, 3 ખેલાડીઓની લાંબા સમય બાદ વાપસી

0
67
– ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં અને ચોથી અમદાવાદમાં રમાશે

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની આગામી વનડે શ્રેણી માટે 16 સભ્યોની ટીમનું એલાન કરી દીધું છે. મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને ઝાય રિચર્ડસનને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને રિચર્ડસન ટેસ્ટ શ્રેણી બાદ ભારતના ODI પ્રવાસ માટે ઈજા બાદ સ્વસ્થ થઈને આંતરરાષ્ટ્રીય વાપસી માટે તૈયાર છે. આ ટીમમાં ડેવિડ વોર્નર, એશ્ટન અને પેટ કમિન્સનું નામ પણ છે જેઓ હાલમાં જ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. વોર્નર ઇજાગ્રસ્ત છે, એશ્ટન અગર સ્થાનિક ક્રિકેટ રમવા માટે પાછો ગયો હતો જ્યારે કેપ્ટન પેટ કમિન્સ વ્યક્તિગત કારણોસર બીજી ટેસ્ટ પછી ઘરે ગયો હતો અને ત્રીજી ટેસ્ટ પહેલા તે વાપસી કરે તેવી શક્યતા છે.

માર્શ અને મેક્સવેલને સર્જરી કરાવવી પડી હતી અને હવે તેઓ ચાલુ ટેસ્ટ અભિયાન બાદ મુંબઈ, વિઝાગ અને ચેન્નાઈમાં ભારત સામે રમતા નજર આવશે. રિચર્ડસન પણ ઈજાગ્રસ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે BBLની છેલ્લી મેચોમાંથી બહાર થઈ ગયો હતો અને જાન્યુઆરીની શરૂઆતથી તે રમ્યો નથી. 26 વર્ષીય ખેલાડી ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસ બાદથી ઓસ્ટ્રેલિયા માટે પણ નથી રમ્યો. સતત ઈજાનો સામનો કરતા તે ઓસ્ટ્રેલિયા માટે 36 મેચ રમ્યો છે. 

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે ટેસ્ટ બાદ વનડે શ્રેણીનો પણ ભાગ નથી. એરોન ફિન્ચના નિવૃત્તિ બાદ પેટ કમિન્સ બીજી શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરતા નજર આવશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં (1-5 માર્ચ) અને ચોથી અમદાવાદ (9-13 માર્ચ)માં રમાશે. ત્યારબાદ બંને ટીમો 17 માર્ચથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાં આમને-સામને ટકરાશે. બીસીસીઆઈએ માહિતી આપી હતી કે, કેપ્ટન રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ વનડે રમી શકશે નહીં અને તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કેપ્ટન રહેશે. 

ઓસ્ટ્રેલિયા વનડે ટીમઃ 

પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝે રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની ODI ટીમઃ 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, KL રાહુલ, ઈશાન કિશન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ , મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનાડકટ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here