PM નરેન્દ્ર મોદીએ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું કર્યું ઉદ્ઘાટન, ઉદ્યોગપતિઓ સાથે કરશે મુલાકાત

0
68
આ પ્રસંગે તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના ગવર્નર આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા

બે કરોડ રોજગારીની નવી તકો ઉભી થવાની પણ સંભાવના.

UP CM Yogi Adityanath to meet PM Narendra Modi on June 11 | Deccan Herald
યુપીમાં આજથી ત્રણ દિવસીય ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂઆત થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ યુપીમાં શરૂ થઈ રહેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. સમિટમાં લગભગ 25 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેનાથી બે કરોડ રોજગારીની નવી તકો ઉભી થવાની પણ સંભાવના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન 
આ પ્રસંગે તેમની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યના ગવર્નર આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું, દેશની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન બનાવવાનું સપનું થશે સાકાર
રોકાણકારો સમિટના પ્રારંભ પ્રસંગે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘ન્યુ ઈન્ડિયા’ ના ‘નવા ઉત્તર પ્રદેશ’માં રોકાણકારો, નીતિ નિર્માતાઓ, કોર્પોરેટ જગતના પ્રતિનિધિમંડળ, શિક્ષણવિદો આજથી શરૂ થનારી ત્રણ દિવસીય યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેશે અને તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here