T20 World Cup 2021: ભારત સામે પાકિસ્તાનની ‘વિરાટ’ જીત, બાબર-રિઝવાનની જોડીએ ઇતિહાસ રચ્યો

0
409
આ ખેલાડીએ આ વર્ષે લગભગ 104ની એવરેજથી 800થી વધુ રન બનાવ્યા છે. બાબરે 52 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 68 રનની ઈનિંગ રમી હતી. રિઝવાન 55 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 79 રને અણનમ રહ્યો હતો.
આ ખેલાડીએ આ વર્ષે લગભગ 104ની એવરેજથી 800થી વધુ રન બનાવ્યા છે. બાબરે 52 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 68 રનની ઈનિંગ રમી હતી. રિઝવાન 55 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 79 રને અણનમ રહ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબાઈમાં ટી20 વર્લ્ડકપ ની સુપર-12 ચરણની બહુપ્રતીક્ષિત મુકાબલો રમાઈ રહ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમત્રણ આપ્યું છે.

ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે દુબાઈમાં ટી20 વર્લ્ડકપ (T20 World Cup-2021)ની સુપર-12 ચરણની બહુપ્રતીક્ષિત મુકાબલો રમાઈ રહ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમત્રણ આપ્યું છે. જોકે, શરૂઆતમાં જ પાકિસ્તાની બોલરો સામે ભારતીય ખેલાડીઓ ટપોટપ આઉટ થયા હતા. શરુઆતમાં જ ભારતીય ટીમને ત્રણ વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું.તેવામાં પહેલા બેટિંગ કરતા વિરાટ સેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા છે. 152 રનનો ટાર્ગેટ સર કરવા માટે ઉતરેલા પાકિસ્તાની બેસ્ટમેનોએ ભારતને 10 વિકેટ કારમી હાર આપી હતી.પાકિસ્તાનના ઓપનરે જ ભારતને 17.5 ઓવરમાં જ 10 વિકેટે હાર આપી હતી. બાબર આઝમે પાવરપ્લે સુધી 17 બોલમાં 17 રન તથા મોહમ્મદ રિઝવાને 19 બોલમાં 27 રન કર્યા હતા. પાવરપ્લેમાં ઈન્ડિયન ટીમના 2 બોલર્સે પાણીની જેમ રન વહાવ્યા હતા. ભુવીએ 2 ઓવરમાં 18 તથા શમીએ 2 ઓવરમાં 19 રન આપી એકપણ વિકેટ લીધી નહોતી.બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં 43 રન ઉમેર્યા હતા. નવમી ઓવરમાં બાબર આઝમે જાડેજાની બોલ પર સિક્સર ફટકારીને ઝડપી રમવાની શરૂઆત કરી હતી. 13 મી ઓવરમાં, બાબરએ વરુણ ચક્રવર્તીની બોલ પર સિક્સર ફટકારીને ટી 20 આંતરરાષ્ટ્રીયમાં તેની 21 મી અડધી સદી ફટકારી હતી. રિઝવાને પણ કેપ્ટનને સારી રીતે રમતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિઝવાને વર્ષ 2021 માં 18 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને આઠ અડધી સદી ફટકારી છે. આ ખેલાડીએ આ વર્ષે લગભગ 104ની એવરેજથી 800થી વધુ રન બનાવ્યા છે. બાબરે 52 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 68 રનની ઈનિંગ રમી હતી. રિઝવાન 55 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 79 રને અણનમ રહ્યો હતો.
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી નહોતી. ટીમે પહેલી ઓવરના ચોથા બોલ પર જ રોહિત શર્મા LBW થઈ ગયો હતો. પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદીએ મિડલ ઓફની લાઈન પર ફુલર બોલ નાંખ્યો હતો, જે રોહિતના પેડ પર વાગતા રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિત આઉટ થયા પછી કે.એલ.રાહુલ પણ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવી પેવેલિયન ભેગો થયો હતો. ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર શાહિન આફ્રિદીએ કે.એલ.રાહુલને ક્લિન બોલ્ડ કર્યો હતો.પહેલા બેટિંગ લઈને ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં જ ધબડકો વાળ્યો હતો. શરુઆતમાં જ ટપોટપ ત્રણ વિકેટો પડી ગઈ હતી. જોકે, સાત વિકેટના નુકસાન સાથે ટીમ ઈન્ડિયાએ 151 રન ફટકાર્યા હતા. પહેલા પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 51 રન કરી સ્કોર 150+ને પાર પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ ડેથ ઓવર્સમાં સારી બેટિંગ કરી હતી. તેણે 49 બોલમાં 57 રન કરી મેચની ઈનિંગ સંભાળી રાખી હતી. તેવામાં ઈનિંગની 19મી ઓવરના ચોથા બોલ પર શાહીન આફ્રિદીના સ્લોઅર બોલને મારવા જતા આઉટ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here