નિવેદનથી પલટ્યા સિદ્ધુ, કહ્યું ઇમરાન ખાનના આમંત્રણ પર ગયો હતો પાકિસ્તાન

0
585
એજન્સી-નવી દિલ્હી
પાકિસ્તાન યાત્રાને લઇને આપેલું નિવેદન કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પલટી દીધું છે. તેમણે શુક્રવાર રાતે ટ્વીટમાં લખ્યું કે ‘રાહુલ ગાંધીએ મને ક્યારેય પાકિસ્તાન જવાનું કહ્યું નથી. વિવાદ ઉભો કરતા પહેલા ફેક્ટ ચેક કરી લેવું જોઇએ. સમગ્ર વિશ્વ જાણે છે કે હું પી.એમ. ઇમરાન ખાનના વ્યક્તિગત આમંત્રણ પર પાકિસ્તાન ગયો હતો.
પરંતુ, આ પહેલાં સિદ્ધુએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ સમારંભમાં જોડાવા માટે તેમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોકલ્યા હતા. નવજોત સિંહ સિદ્ધુને જ્યારે પૂછવામાં આવ્યું કે મુખ્યમંત્રી અમરિંદર સિંહે તો તેમને પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી, તો પછી તેઓ ત્યાં કેમ ગયા. તેના જવાબમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ઓછામાં ઓછા 20 નેતાઓએ તેમને જવા માટે જણાવ્યું હતું, પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વએ પણ જવા માટે જણાવ્યું હતું.
ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સિદ્ધુને જ્યારે ફરીથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી તેમના કેપ્ટન છે અને તેઓ તેમના કહેવા પર જ પાકિસ્તાન ગયા હતા. કેપ્ટન અમરિંદર સિંહ વિશે સિદ્ધુએ જણાવ્યું કે તેઓ મારા પિતા સમાન છે અને તેમને પહેલા જ જણાવવામાં આવ્યું હતું કે હું પાકિસ્તાન જવા માટે વચન આપી ચૂક્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here