ગુજરાતની છ મહાનગરપાલિકામાંથી ત્રણના મેયર મહિલા બનશે

0
240
અમદાવાદમાં ભાજપને ૧૫૯ અને કૉંગ્રેસને માત્ર ૨૫ બેઠક મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે.
અમદાવાદમાં ભાજપને ૧૫૯ અને કૉંગ્રેસને માત્ર ૨૫ બેઠક મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે.

અમદાવાદ: ગુજરાતનાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ મેયરની પસંદગીપ્રક્રિયા શરૂ કરવા માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને એમાં ત્રણ નામની પેનલો પૈકી એકને પસંદ કરીને મેયરપદે નિયુક્ત કરાશે. અનામતના નિયમ પ્રમાણે છ પૈકી પ્રથમ અઢી વર્ષ માટે ત્રણ શહેરમાં મહિલા મેયર સત્તારૂઢ થશે. સામાન્ય રીતે ભાજપે ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી સમયે જ મેયર તરીકે કેટલાંક નામોની ચર્ચા કરી લીધી જ હતી, હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મેયરપદની પેનલ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે-તે શહેરમાં પાર્ટીના મેયરનીવરણી કરાશે. એવી જ રીતે મહાનગરના અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવશે. અમદાવાદમાં પહેલી ટર્મમાં અનુસૂચિત જાતિ માટે મેયરનું પદ અનામત છે અને બીજી ટર્મમાં મહિલા અનામત છે. અમદાવાદમાં ભાજપને ૧૫૯ અને કૉંગ્રેસને માત્ર ૨૫ બેઠક મળી છે. સુરતમાં પહેલાં મહિલા અને પછી જનરલ કેટેગરીના મેયર આવશે. સુરતમાં ભાજપને ૯૩ અને આમ આદમી પાર્ટીને ૨૭ બેઠક મળી છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે. સુરતમાં મેયરપદ માટે પાટીદારનેતાની પસંદગી કરવામાં આવે એવી સંભાવના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here