મણિપુર મુદ્દે બંને ગૃહમાં હોબાળો યથાવત, લોકસભા સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી

0
68

બંને ગૃહની કાર્યવાહી આગળ વધી શકી ન હતી

રાજ્યસભા 2.30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ

મણિપુરમાં હિંસા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ હોબાળો યથાવત્ રાખતાં બંને ગૃહની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. ભારે સૂત્રોચ્ચાર વચ્ચે કામગીરી આગળ ન વધી શકતાં રાજ્યસભા 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે જ્યારે લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત
મણિપુર મુદ્દે ભારે હોબાળાને કારણે લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી. ઉપલા ગૃહની કાર્યવાહી બપોરે 2.30 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.લોકસભામાં ભારે હોબાળો થયો હતો જેથી પહેલા 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી જો કે 12 વાગ્યા બાદ કાર્યવાહી શરુ થતા જ ફરીથી હોબાળો થતા લોકસભાને 24 તારીખ એટલે કે સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ સાથે જ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે નારા લગાવવાથી સમસ્યાનો અંત આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here