કૂતરું રમાડીશ તો બાળકો કૂતરા જેવા થશે એવા સાસુના મહેણાંથી પુત્રવધૂને લાગી આવ્યું

0
153
જોકે, યુવતીનો આ પતિ કેનેડા જતો રહ્યો ત્યારે સાસુ કહેતી કે આના કરતાં અમે અમારા સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો કંઈક દહેજ મળતું. યુવતીની સાસુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતા હોવાથી દોરા લાવી યુવતીને બાંધતા અને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા.
જોકે, યુવતીનો આ પતિ કેનેડા જતો રહ્યો ત્યારે સાસુ કહેતી કે આના કરતાં અમે અમારા સમાજમાં લગ્ન કરાવ્યા હોત તો કંઈક દહેજ મળતું. યુવતીની સાસુ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ધરાવતા હોવાથી દોરા લાવી યુવતીને બાંધતા અને મંદિરમાં લઈ જઈને ત્રાસ આપતા હતા.

અમદાવાદ : અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાઓ સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી.લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તે ગર્ભ ધારણ કરવો પડ્યો.પણ વાત આટલેથી અટકી નહિ એને સોનોગ્રાફી દરમિયાન પરિણીતાને બાળકી હોવાથી સાસુએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. આ બધાની વચ્ચે સાસુ એમ પણ કહેવા લાગી કે તું કૂતરાને રમાડીશ તો તારા બાળકો પણ કૂતરા જેવા થશે. ગર્ભમાં દીકરી હોવાની જાણ થતા સાસુએ ઈન્ડિયા જતા રહેવાનું કહી દીદું હતું. ત્યારબાદ યુવતીના પિતાએ રૂપિયા મોકલતા ટિકિટ કરાવી પ્રેગ્નેન્સીની હાલતમાં યુવતી કોરોના મહામારીમાં પણ ઇન્ડિયા આવી ગઈ હતી. પરિણીતા ભારત આવી તો તેના પતિ પણ ત્રાસ ગુજારવા લાગ્યો હતો. આ સમગ્ર હાઈ પ્રોફાઈલ મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. શહેરના મણિનગરમાં રહેતી 31 વર્ષીય યુવતી હાલ તેના માતાપિતા સાથે રહે છે. અગાઉ જ્યારે સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેની મિત્રતા થઈ હતી. બાદમાં આ યુવતી અને યુવકના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. યુવતીને તેના પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2014માં છૂટાછેડા લીધા હતા. જ્યારે યુવક મિત્ર પત્ની સાથે કેનેડા પીઆર પર જતો રહ્યો હતો. ત્યાં જતા યુવકને તેની પત્ની સાથે બનતું ન હતું. જેથી આ યુવક ઇન્ડિયા આવ્યો ત્યારે યુવતીના ભાઈએ તેને સમજાવ્યો હતો. આ દરમિયાન યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં યુવકના છૂટાછેડા ન થયા હોવાથી યુવતીએ યુવક સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી થયું હતું. આ મામલે યુવતીના પરિવારજનોને કોઈ વાંધો ન હતો. જોકે, યુવકને પ્રથમ પત્ની સામે વાંધો હોવાથી તેમણે સંબંઘ કાપી નાખ્યો હતો અને અખબારમાં સંબંધ ન હોવાની જાહેરાત પણ યુવકના પરિવારજનોએ આપી દીધી હતી. યુવકની પત્નીએ કેસ કરી 15 લાખ માંગ્યા હતા. જેથી યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર અને યુવક સાથે સમાધાન કર્યું હતું. યુવક અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ આ યુવતી સાથે ઇન્ડિયા આવી યુવકે વર્ષ 2018માં લગ્ન કરી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here