Omicronની આશંકા: દ.આફ્રિકાથી આવેલા એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ

0
79
તબીબી મંત્રીએ કોરોના ચેપના ફેલાવાને નિયંત્રિત કરવા માટે ભીડભાડવાળા બજારો, મંડીઓ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ અને પ્રવાસન સ્થળો અને શાળાઓ જેવા જાહેર સ્થળોએ રેન્ડમ સેમ્પલિંગની સૂચના આપી હતી
તબીબી મંત્રીએ કોરોના ચેપના ફેલાવાને નિયંત્રિત કરવા માટે ભીડભાડવાળા બજારો, મંડીઓ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ અને પ્રવાસન સ્થળો અને શાળાઓ જેવા જાહેર સ્થળોએ રેન્ડમ સેમ્પલિંગની સૂચના આપી હતી

જયપુર: વિશ્વમાં ખતરો બની ગયેલા કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનના (Omicron) બે કેસ ભારતમાં (Omicron in India Updates) આવ્યા છે. જે બાદ દેશ એક રીતે એલર્ટ મોડ પર છે. તે જ સમયે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરમાં, આફ્રિકાથી લગભગ સાત દિવસ પહેલા જયપુર પરત ફરેલા એક પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પરિવારના સભ્યોની વાત કરીએ તો માતા-પિતા અને તેમની 8 અને 15 વર્ષની બે દીકરીઓ આવી હતી. નોંધવામાં આવ્યું છે કે, તેમની સંપર્ક હિસ્ટ્રીમાં આવેલા લગભગ 12 લોકોમાંથી પાંચ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.ઓમિક્રોનની ચેતવણીને ધ્યાનમાં રાખીને, દરેકને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દરેકના કોરોના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે, ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તે ઓમિક્રોન વેરિઅન્ટ છે કે નહીં. જો કે, આ તમામ 9 લોકોમાંથી, તમામ પુખ્ત વયના લોકોએ રસીના બંને ડોઝ લીધા છે અને કોઈને પણ કોરોનાના કોઈ લક્ષણો નથી અને બધા સામાન્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ પરિવાર 25 નવેમ્બરે આફ્રિકાથી પરત આવ્યું હતુ.રાજસ્થાનના નવા મેડિકલ અને હેલ્થ મિનિસ્ટર પરસાદી લાલ મીણા કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે અને તેમણે આ અંગે તેમના વિભાગ સાથે બેક ટુ બેક મીટિંગ શરૂ કરી છે. આગામી દિવસોમાં તેમણે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ વધારવા, ડિસેમ્બરના અંત સુધીમાં 100% લોકોને રસીનો પહેલો ડોઝ લાગુ કરવા, બીજા ડોઝ આપવાની ઝડપ વધારવા અને કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરને લગતા કેસોનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવા સૂચનાઓ આપી છે.તબીબી મંત્રીએ કોરોના ચેપના ફેલાવાને નિયંત્રિત કરવા માટે ભીડભાડવાળા બજારો, મંડીઓ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ અને પ્રવાસન સ્થળો અને શાળાઓ જેવા જાહેર સ્થળોએ રેન્ડમ સેમ્પલિંગની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, હાલમાં દરરોજ 28 હજારથી વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રોજના 1 લાખ સુધીના સેમ્પલ લેવાની સૂચના આપી હતી. તેમણે હોસ્પિટલના આઉટડોર અથવા ઇન્ડોર શંકાસ્પદ, ILI દર્દીઓના કોવિડ સેમ્પલ લેવાની પણ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જેટલા વધુ સેમ્પલ લેવામાં આવશે તેટલો જલ્દી સંક્રમણ પર કાબૂ મેળવી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here