હાર્દિકના નિવાસ બહાર પહોંચ્યા ઉચ્ચ પોલીસ અધિકારી, મેડિકલ સ્ટુડન્ટસે લીધી મુલાકાત

0
693
MGUJ-AHM-HMU-LCL-hardik-fast-day-13-medical-support-him-also-police-take-visit-out-side-his-home-gujarati

આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. તેણે અધિકારીક રીતે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. એ સિવાય પાસે પણ 3 દિવસના કાર્યક્રમો આપ્યા છે. એ વચ્ચે આજે ઉચ્ચ પોલીસ અધિકારી ટીમ સાથે હાર્દિકની ઉપવાસી છાવણી આવેલા તેના નિવાસની બહાર ગઈ હતી. એ પહેલા આજે 200 મેડિકલ સ્ટુડન્ટ હાર્દિકના સમર્થનમાં પહોંચ્યા હતા.

સોલા સિવિલ કાફલો ખડકાયો

સોલા સિવિલ હોસ્પિટલ બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાર્દિકના મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલની ટીમ જ જતી હોય છે. ત્યારે હાર્દિકને લઈને ગતિવિધિ થઈ રહી હોવાનું લોકોમાં ચર્ચા થઈ રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારી હાર્દિક પટેલે આપેલી ચીમકી મુજબ જળ ત્યાગ કરે તો શું કરવું અને કેવી રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અને તેના માટે પોલીસ મોકલવી તેના આયોજન માટે ગઈ હતી. તો બીજું કારણ સ્ટ્રેટજી અનુસાર હાર્દિક પટેલ અને તેના સમર્થકોને સંદેશો પહોંચાડવા માટે પોલીસે તેના ઘર બહાર ગઈ હોઈ શકે છે.

MGUJ-AHM-HMU-LCL-hardik-fast-day-13-medical-support-him-also-police-take-visit-out-side-his-home-gujarati
MGUJ-AHM-HMU-LCL-hardik-fast-day-13-medical-support-him-also-police-take-visit-out-side-his-home-gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here