મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ટક્કર જામી

0
192
મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જામી છે. કેટલાક વોર્ડના પરિણામો આવતાં વિજેતા ઉમેદવારોની જાહેરાત કરાઈ છે જેમાં જામનગરમાં વોર્ડ 5 અને વોર્ડ 9માં ભાજપની પેનલ નો વિજય થયો છે.
મહાનગર પાલિકા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર જામી છે. કેટલાક વોર્ડના પરિણામો આવતાં વિજેતા ઉમેદવારોની જાહેરાત કરાઈ છે જેમાં જામનગરમાં વોર્ડ 5 અને વોર્ડ 9માં ભાજપની પેનલ નો વિજય થયો છે.

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાની વાત કરીએ તો મતગણતરીના 5 રાઉન્ડના અંતે નવાવાડજમાં કોંગ્રેસની પેનલ આગળ છે, જોધપુર વોર્ડમાં ભાજપ આગળ છે, થલતેજ વોર્ડમાં ભાજપની આખી પેનલ આગળ છે સૈજપુરમાં કોંગ્રેસ-ભાજપ સાથે છે. બાપુનગરમાં ૩ રાઉન્ડ પછી કોંગ્રેસ – ભાજપના 2-2 ઉમેદવાર આગળ છે. ખોખરામાં 4 રાઉન્ડના અંતે ભાજપ આગળ છે. નિકોલ વોર્ડ 24માં 3 રાઉન્ડના અંતે ભાજપના ચારેય ઉમેદવાર આગળ છે. જ્યારે દાણીલીમડા વોર્ડ 36માં 1 રાઉન્ડના અંતે ભાજપના ચારેય ઉમેદવાર આગળ છે. ભાવનગર વોર્ડ નંબર 11માં દક્ષિણ કૃષ્ણનગર વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે જૂનાગઢ મહાનગર પાલિકા થયેલ બે વોર્ડની પેટા ચુંટણીમાં વોર્ડ નં. 6 ના કોંગ્રેસના ઉમેદવાર લલિત પલસાણાનો 62 મતોની લીડથી વિજય થયો છે.  રાજકોટના  વોર્ડ નંબર 7 માં ભાજપ પેનલનો જંગી લીડથી વિજય થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here