દિલ્હીમાં ઓક્સિજનના બ્લેક માર્કેટિંગના આરોપી નવનીત કાલરાની ધરપકડ

0
33
આ રેસ્ટોરન્ટનો માલીક નવનીત કાલરા જ છે. પોલીસે રેસ્ટોરન્ટના મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. મેનેજરના ખુલાસા બાદ પોલીસે ખાન માર્કેટમાં દરોડા પાડ્યા હતા.
આ રેસ્ટોરન્ટનો માલીક નવનીત કાલરા જ છે. પોલીસે રેસ્ટોરન્ટના મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. મેનેજરના ખુલાસા બાદ પોલીસે ખાન માર્કેટમાં દરોડા પાડ્યા હતા.

કોરોના વચ્ચે ઓક્સિજનનાં કાળાં બજાર કરનાર સામે દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. રવિવારે મોડી રાત્રે પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આરોપી નવનીત કાલરાની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ તેની સામે લુકઆઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. તે વિદેશ ભાગી જાય તેવી પોલીસને આશંકા હતી.કાલરાએ ધરપકડથી બચવા માટે દિલ્હીની સાકેત કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ અરજીને ગયા મંગળવારે કોર્ટે નકારી દીધી હતી. કોર્ટનું કહેવું હતું કે આરોપીઓની પૂછપરછ જરૂરી છે. 3 રેસ્ટોરાં પાસેથી અનેક ઓક્સિજન કન્સન્ટ્રેટર મળ્યાં હતાં.તાજેતરમાં પોલીસે દિલ્હીના ખાન માર્કેટ સ્થિત 3 રેસ્ટોરન્ટ પર દરોડા પાડીને સેંકડો ઓક્સિજન કન્સન્ટ્રેટર જપ્ત કર્યાં હતાં. એનાં કાળાં બજાર કરવામાં આવતા હોવાની કાલરા પર આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. તેની તપાસમાં દિલ્હી પોલીસની અનેક ટીમ લાગેલી હતી. નવનીત કાલરા ખાન માર્કેટમાં જાણીતી ખાન ચાચા રેસ્ટોરન્ટનો અગાઉ પાર્ટનર હતો. ત્યાર બાદ તે રેસ્ટોરન્ટનો માલિક બની ગયો હતો. દિલ્હી પોલીસે ખાન ચાચા રેસ્ટોરેન્ટ સહિત કેટલીક હોટેલોમાંથી 96 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ જપ્ત કર્યાં હતા. શરૂઆતી તપાસમાં માલુમ પડ્યું હતું કે ઓક્સિજનના બ્લેક માર્કેટીંગનું આ નેટવર્ક લંડન સુધી ફેલાયેલુ છેઆ અગાઉ પોલીસે લોધી કોલોનીમાં જો નેગે જૂ રેસ્ટોરન્ટ-બાર તથા છતરપુરની મંડી વિલેજના ખુલ્લા ફાર્મ હાઉસથી 419 કન્ટેનર જપ્ત કર્યાં હતા.આ રેસ્ટોરન્ટનો માલીક નવનીત કાલરા જ છે. પોલીસે રેસ્ટોરન્ટના મેનેજર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. મેનેજરના ખુલાસા બાદ પોલીસે ખાન માર્કેટમાં દરોડા પાડ્યા હતા.બીજી બાજુ છતરપુરના જે ફાર્મ હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા તેનો માલીક ગગન દુગ્ગલ છે, જે લંડનમાં રહે છે. દુગ્ગલ મેટ્રિક્સ કંપનીનો માલીક છે,જે સિમ કાર્ડ બનાવવાનું કામ કરે છે.નવનીત કાલરા અને ગગન દુગ્ગલ બિઝનેસ પાર્ટનર છે. ગગન દુગ્ગલની મેટ્રિક્સ કંપનીના નામથી જ ઓક્સિજન કન્સન્ટ્રેટર 20 હજાર રૂપિયા કિંમતથી ભારતમાં આયાત કરવામાં આવતાં હતાં, જેને રૂપિયા 60 હજાર સુધી કાળાં બજારમાં વેચવામાં આવતા હતા. કાલરાએ આ માટે વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવી રાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here