G7 સંમેલનમાં રશિયા પર નવા પ્રતિબંધો મૂકાશે, 70થી વધુ કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાની USની તૈયારી

0
61

અમેરિકા યુક્રેન પ્રત્યે સમર્થન દર્શાવવા અડીખમ

નિકાસ નિયંત્રણ સંબંધિત પ્રતિબંધો લાગુ કરાશે

જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા સહિત અન્ય ઘણા દેશોએ તેના પર પ્રતિબંધો લગાવ્યા છે અને એક અમેરિકી અધિકારીએ આજે જાપાનમાં જી 7 સમિટ પહેલા જણાવ્યું હતું કે અમેરિકા  રશિયા સામે નવા પ્રતિબંધોની જાહેરાત કરશે.

યુક્રેનનું સમર્થન ચાલુ રહેશે
તેમણે કહ્યું કે  અમેરિકા પાસે આ વર્ષે G7માં કેટલાક મુખ્ય લક્ષ્યો હશે. જોકે મુખ્ય ધ્યાન યુક્રેન માટે સમર્થન બતાવવા પર રહેશે. અમેરિકી વહીવટીતંત્રના એક અધિકારીએ કહ્યું કે અમે રશિયાને જવાબદાર ઠેરવવા માટે અનેક પગલાં લીધા છે. તેમાં નિકાસ પ્રતિબંધ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
અમેરિકા રશિયન કંપનીઓને બ્લેકલિસ્ટ કરશે
અમેરિકા દેખીતી રીતે લગભગ 70 રશિયન કંપનીઓ અને સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે રશિયા સામે પગલાં લેવાનું ચાલુ રાખીશું અને નિકાસ નિયંત્રણોનો વિસ્તાર કરવાનું ચાલુ રાખીશું. અમેરિકા દ્વારા વ્યક્તિઓ, સંસ્થાઓ, જહાજો અને વિમાનો સામે 300 થી વધુ નવા પ્રતિબંધો પણ જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here