અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ 2 કરોડ વેક્સિન આપશે

0
182
અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ 2 કરોડ વેક્સિન આપશે
અમેરિકા જરૂરિયાતમંદ દેશોને જૂનમાં વધુ 2 કરોડ વેક્સિન આપશે

જો બાઈડેન એડમિનિસ્ટ્રેશન વિશ્વના તે દેશોને ફરી મદદ કરવા જઈ રહ્યું છે જ્યાં કોરોના વાયરસથી વધુ પરિસ્થિતિ ખરાબ છે, અને જ્યાંની સરકારો વેક્સિન ખરીદી શકી નથી. રાષ્ટ્રપતિ જો બાઈડેને સોમવારે રાત્રે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ જૂનમાં 2 કરોડ વેક્સિનના ડોઝ ડોનેટ કરશે. આ પહેલા પણ અમેરિકા 6 કરોડ વેક્સિનના ડોઝ આપવાનું વચન આપી ચૂક્યું છે.બાઈડેનની આ જાહેરાતના એક દિવસ પહેલા, WHO ચીફ ટેડ્રોસ ઘેબ્રિસિયસે સમૃદ્ધ દેશોની ટીકા કરતા કહ્યું કે તેઓ પોતાને ત્યાં બાળકો અને યુવાનોને વેક્સિન આપી રહ્યા છે, જ્યારે તેઓને તેની જરૂર નથી. WHOના વડાએ કહ્યું હતું કે- સમૃદ્ધ દેશોએ તેમની જવાબદારી સમજવી જોઈએ અને તે દેશોમાં વેક્સિન આપવી વધુ સારું રહેશે જ્યાં ફ્રન્ટલાઈન કામદારોને પણ હજી વેક્સિન મળી શકી નથી. ત્યાર બાદ ન્યૂયોર્ક ટાઇમ્સે પણ તેના સંપાદકીયમાં બાઇડેન એડમિનિસ્ટ્રેશનને તે જ સલાહ આપી હતી.સોમવારે રાત્રે જારી કરવામાં આવેલા ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ- અમેરિકન સરકારે 6 કરોડ વેક્સિન ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. હવે રાષ્ટ્રપતિએ નિર્ણય લીધો છે કે વધુ 2 કરોડ વેક્સિનના ડોઝ દાન કરવામાં આવશે. આ વેક્સિન તે દેશોને આપવામાં આવશે, જે ગરીબ છે અને વેક્સિન ખરીદી શકતા નથી. અથવા તે દેશોમાં જ્યાં સંક્રમણ અને મૃત્યુ સૌથી વધુ થઇ રહ્યા છે. જો કે, અહેવાલમાં કોઈ દેશનું નામ લેવામાં આવ્યું નથી. તેમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિન પણ સામેલ છે. તેને જો કે એફડીએની મંજૂરી મળી નથી. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જો બાઈડેને કહ્યું- અમે જાણીએ છીએ કે અમેરિકા મહામારીની અસરથી ત્યાં સુધી સુરક્ષિત નહીં રહી શકે જ્યાં દુનિયામાં તેના પર કાબૂ મેળવવામાં આવશે નહીં. કોઈ પણ સમુદ્ર અને કોઈ દિવાલ આપણને સુરક્ષિત કરી શકશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here