અમેરિકા બેંગાલુરુ અને અમદાવાદમાં વાણિજય દૂતાવાસ શરૃ કરશે

0
100

અમેરિકા બેંગાલુરુ અને અમદાવાદમાં વાણિજય દૂતાવાસ શરૃ કરશે

હાલમાં ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યૂસ્ટન અને એટલાન્ટામાં ભારતના વાણિજય દૂતાવાસો

અમેરિકા બેંગાલુરુ અને અમદાવાદમાં બે નવા વાણિજય દૂતાવાસ ખોલશે જ્યારે ભારત સિએટલમાં વાણિજય દૂતાવાસ શરૃ કરશે તેમ વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકાએ વિક્રમજનક ૧,૨૫,૦૦૦ વિઝા ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા હતાં. આ સાથે જ અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. એક અંદાજ મુજબ અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦ ટકાથી વધુ છે.
અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકા બેંગાલુરુ અને અમદાવાદમાં નવા વાણિજય દૂતાવાસ શરૃ કરવા માગે છે. બીજી તરફ સિએટલમાં નવું વાણિજય દૂતાવાસ શરૃ કરશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના પાંચ શહેરોમાં ભારતના વાણિજય દૂતાવાસ છે. આ પાંચ શહેરોમાં ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યૂસ્ટન અને એટલાન્ટાનોે સમાવેશ થાય છે.
બાીજી તરફ ભારતના દિલ્હીમાં અમેરિકાનું દૂતાવાસ આવેલુ છે. જ્યારે મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ અને હૈદરાબાદમાં વાણિજય દૂતાવાસ આવેલા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here