મે માસમાં દેશમાંથી રૂપિયા 12,000 કરોડના સ્માર્ટફોનની નિકાસ કરાઈ

0
102

– પૂરવઠા સાંકળમાં વૈવિધ્યતા તથા ચીન ખાતેથી ભારતમાં સ્થળાંતરથી નિકાસમાં વૃદ્ધિ

ગયા મહિને દેશમાંથી રૂપિયા ૧૨૦૦૦ કરોડના સ્માર્ટફોન્સની નિકાસ જોવા મળી હતી. આમાંથી આઈફોનનો નિકાસ આંક રૂપિયા ૧૦,૦૦૦ કરોડ રહ્યો હતો એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશન (આઈસીઈએ)ના આંકડા જણાવે છે. 

ગયા નાણાં વર્ષમાં ભારતે પાંચ અબજ ડોલરના આઈફોનની નિકાસ કરી હતી. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનાએટલે કે એપ્રિલ-મેમાં આઈફોનનો નિકાસ આંક રૂપિયા ૨૦,૦૦૦ કરોડથી વધુ રહ્યો છે. ગયા વર્ષના આ બે મહિનાનો નિકાસ આંક રૂપિયા ૯૦૬૬ કરોડ રહ્યો હોવાનું પણપ્રાપ્ત આંકડા જણાવે છે.
સ્માર્ટફોન ઉત્પાદ કંપનીઓ દ્વારા પૂરવઠા સાંકળમાં વૈવિધ્યતા તથા ચીન ખાતેથી ભારતમાં સ્થળાંતર થવાના વ્યૂહને કારણે અહીંથી નિકાસ વધારો જોવા મળી રહ્યો છે, એમ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. 
ભારત દ્વારા પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવાને કારણે, દેશમાં સ્માર્ટફોન્સના ઉત્પાદનમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત ખાતેથી નિકાસમાં વધારાને કારણે વૈશ્વિક કંપનીઓ પોતાની પૂરવઠા સાંકળને અહીં વાળી રહી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here